જિલ્લામાં સૌથી વધુ સુરેન્દ્રનગર, વઢવાણ શહેરના KYC બાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્ય સરકાર દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોને ઇકેવાયસી ફરજીયાત કરાવવા સૂચના આપી છે. જેમાં 30 એપ્રિલ પહેલા તમામ બાકી રહેતા લોકોને કેવાયસી ફરજીયાત કરાવવા મામલતદાર દ્વારા જણાવાયું છે. જો તેમ નહીં કરવામાં આવે તો રાશકાર્ડ લાભાર્થીને મળતા લાભો બંધ થશે તેવી તાકીદ કરાઈ છે.
- Advertisement -
સરકારી યોજનાઓનો કે એનએફએસએ, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃતિ, મકાન સહાય, કૃષિ સહાયમાં લાભ લેવા માટે રાશનકાર્ડ પણ મહત્વનું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફરજીયાત ઇકેવાયસી કરાવવાનો આદેશ કર્યો છે. ત્યારે છેલ્લા 6 માસથી ઇ કેવાયસીની કામગીરી ચાલી રહી છે. 18,06,076 રાશનકાર્ડ લાભાર્થીઓ હાલ નોંધાયેલા છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણના સૌથી ધારે 111400 જેટલા લોકોનું કેવાયસી હજુ પણ બાકી છે. ત્યારે સીટી મામલતદાર મયુરભાઇ દવેએ જણાવ્યું કે નોન એનએસએફએ કાર્ડ ધારકો દ્વારા રેશનકાર્ડ ઇકેવાયસી કરાવવામાં ઉદાસીનતા છે તેઓને અનાજ મળતું નથી.
આ ઉપરાંત બહારગામ રહેવા ગયા હોય, સિનિયર સિટિઝનના ફિંગર મેચ ન થતા હોય, 5 વર્ષના બાળકના આધાર અપડેટ ન થયા હોય, દીકરીના લગ્ન બાદ પણ રેશનકાર્ડમાં નામ હોય, કોઇનું મરણ થયું પણ નામ કમી ન થયું હોય સહિતના પ્રશ્નોને કારણે કેવાયસી બાકી રહે છે. રેશનકાર્ડ મહત્વનો રહેણાંક પુરાવો છે. ઇકેવાયસી ન કરાવવાથી સરકારી યોજનાઓ બેંક લોન, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતમાં તકલીફ પડી શકે છે. જ્યાં સુધી ઇકેવાયસી ન થાય ત્યાં સુધી જે તે યોજનાના લાભથી વંચિત રહી જવાયા. જે અનાજ મેળવતા હોય તે તથા અનાજ ન મેળવતા હોય તે તમામને ઇ કેવાયસી ફરજીયાત 30-4-25 સુધીમાં કરાવી લેવું. જો તેમ નહીં કરાય તો રેશનકાર્ડ સાથે જોડાયેલ યોજનાનો લાભ નહીં મળે.