સેનામાં નોંધણી ન કરાવનારા યુવકોની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ કિવ, તા.16
- Advertisement -
સૈનિકોની અછતનો સામનો કરી રહેલી યુક્રેનની સેના હવે લગ્ન સમારોહ, નાઈટ ક્લબ, બાર, રેસ્ટોરન્ટ અને કોન્સર્ટ હોલ જેવા સ્થળો પર દરોડા પાડી રહી છે. હકીકતમાં યુક્રેને યુદ્ધની શરૂઆતથી જ પુરુષો માટે સેનામાં જોડાવું ફરજિયાત બનાવ્યું હતું. આ માટે યુવાનોને આ વર્ષે એપ્રિલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.
આ આદેશ બાદ યુક્રેનના યુવાનો સેનામાં જોડાવાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેન ફેબ્રુઆરી 2022થી રશિયા સાથે યુદ્ધ લડી રહ્યું છે.
અહેવાલો અનુસાર, આ યુદ્ધમાં લગભગ 80 હજાર યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. આ કારણે સૈનિકોની અછત હતી, જેના કારણે યુક્રેન નવા સૈનિકોની ભરતી કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું કહેવું છે કે સેનામાં ઓછામાં ઓછા 5 લાખ યુવાનોની ભરતી કરવાની જરૂર છે.
રાજધાની કિવમાં સૈન્ય માટે નોંધણી ન કરાવનારા યુવાનોને ઓળખવા માટે સેનાના દરોડા સામાન્ય બની ગયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ આર્મી ઓપરેશન મુખ્યત્વે યુવાનોના લશ્ર્કરી નોંધણી દસ્તાવેજો તપાસવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવા માટે છે.
યુક્રેનના લશ્ર્કરી કાયદાના વકીલ કાસ્યાનચુક સેર્ગીનું કહેવું છે કે સેના હવે લગ્ન સમારોહ પર પણ દરોડા પાડી રહી છે. સર્ગેઈએ આવી જ એક ક્રિયાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
એપ્રિલમાં અમલમાં આવેલા યુક્રેનમાં નવા નિયમો અનુસાર, 25 થી 60 વર્ષની વયના તમામ પુરુષો માટે લશ્ર્કરી સેવા ફરજિયાત છે. ઉપરાંત, 18 થી 60 વર્ષની વયના કોઈપણ પુરુષને દેશ છોડવાની મંજૂરી નથી. આ સિવાય સેનામાં ભરતી માટે લાયક તમામ લોકોએ તેમની માહિતી ઓનલાઈન રજીસ્ટર કરાવવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને આકરી સજા ભોગવવી પડી શકે છે.
- Advertisement -
આ નિયમોમાં સેનામાં ભરતી માટે લઘુત્તમ વય મર્યાદા પણ 27થી ઘટાડીને 25 વર્ષ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઘણા યુવાનો સેનામાં જોડાવાથી બચવા માટે ઓનલાઈન માહિતી રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં નથી.
આ પછી, સેનાએ એવા યુવાનોની ધરપકડ કરવાનું અભિયાન શરૂૂ કર્યું છે જેમણે હજુ સુધી સેનાની ફરજિયાત સેવા માટે નોંધણી કરાવી નથી.
ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ પણ પોતાની સેનામાં બે વખત વધારો કર્યો છે. યુદ્ધ પછી પહેલીવાર રશિયાએ ઓગસ્ટ 2022માં 1.37 લાખ સૈનિકોની ભરતી કરી હતી.
આ પછી, રશિયન આર્મીમાં સૈનિકોની કુલ સંખ્યા વધીને 20 લાખથી વધુ થઈ ગઈ હતી. જેમાંથી 11.5 લાખ સક્રિય સૈનિકો હતા.
બીજી વખત ડિસેમ્બર 2022માં રશિયન સેનામાં 1.70 લાખ નવા સૈનિકોનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે રશિયાની કુલ સક્રિય સેના 13.2 લાખ થઈ ગઈ.