રશિયા-યુક્રેન યુદ્ધ માટે જરૂરી સુરક્ષા અને શસ્ત્રો પૂરું પાડશે અમેરિકા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની બે દિવસીય સમિટ આજે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં શરૂૂ થવાની છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, કિવ પણ આ સંગઠનમાં સત્તાવાર રીતે જોડાવા માંગે છે, તે તેનો ભાગ બનશે. જોકે તેના પર પુષ્ટિ કરવા માટે એક ઘોષણા પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તે નિશ્ર્ચિત છે કે યુક્રેન નાટોમાં જોડાશે. ઝેલેન્સકીએ કહ્યું કે, પરોક્ષ રીતે યુક્રેન હજુ પણ ગઅઝઘનો ભાગ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ઝેલેન્સકી સાથે મુલાકાત કરશે. જો કે આ કોન્ફરન્સ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, યુદ્ધગ્રસ્ત યુક્રેન હજુ નાટોમાં સામેલ થવા તૈયાર નથી. જો કે, બાયડને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુએસ અને અન્ય સાથી દેશો યુક્રેનિયન દળોને રશિયા-યુક્રેન યુદ્ધ માટે જરૂૂરી સુરક્ષા અને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખશે. અમેરિકી રાષ્ટ્રપતિએ વિલ્નિયસ જતા પહેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતો કહી હતી. વિલ્નિયસમાં યોજાનારી કોન્ફરન્સમાં યુક્રેન-રશિયા યુદ્ધ મુખ્ય મુદ્દો બને તેવી શક્યતા છે. સંગઠનના 32 દેશો પહેલાથી જ કહી ચૂક્યા છે કે, તેઓ કિવને સમર્થન આપવા લાંબા સમયથી તૈયાર છે. આ કોન્ફરન્સમાં નાટો-યુક્રેન કાઉન્સિલના નવા સંબંધોને સામેલ કરવાની પણ વાત થઈ રહી છે. સંગઠનનું માનવું છે કે આ જોડાણ યુક્રેનમાં સુરક્ષા સંબંધિત પાસાઓને મજબૂત બનાવશે.
- Advertisement -
બાયડને કહ્યું-તર્કસંગત રીતે કામ કરવાની જરૂર
બાયડને કહ્યું કે, મને નથી લાગતું કે યુદ્ધની વચ્ચે નાટોમાં યુક્રેનને આ ગ્રુપમાં સામેલ કરવું જોઈએ કે નહીં તે અંગે સર્વસંમતિ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો યુક્રેનને સર્વસંમતિ મળી અને તે નાટોનો સભ્ય બને છે તો નાટો ગ્રુપ યુક્રેનની દરેક ઇંચ માટે સુરક્ષા કરવા પ્રતિબદ્ધ છીએ. જો આમ થશે તો રશિયા સાથે યુદ્ધ કરવું પડશે. બાયડન કહ્યું કે, આપણે યુક્રેનને નાટોમાં જોડાવા માટે લાયક બનાવવા માટે તર્કસંગત રીતે કામ કરવું પડશે.
સ્વીડન નાટો સંગઠનનુ 32મું સભ્ય બનશે, તુર્કીએ સંમતિ આપી
નાટો માટે આજનો દિવસ ઐતહાસિક છે. કારણકે નાટો દેશોના સંગઠનમાં જોડાવા માટે સ્વીડનનો રસ્તો સાફ થઈ ગયો છે. નાટો દેશના સભ્ય તુર્કીએ સ્વીડનને નાટો સંગઠનમાં જોડાવા માટે મંજૂરી આપી દીધી છે. આજથી નાટો દેશના સંમલેનની શરૂૂઆત થશે અને તેમાં સ્વીડનના સભ્યપદ પર મહોર વાગી જશે. તુર્કી પ્રમુખ એર્દોગન એક વર્ષથી સ્વીડનનો નાટોમાં જોડાવા સામે વિરોધ કરી રહ્યા હતા.
NATOમાં સમાવિષ્ટ દેશો
નાટો દેશમાં તુર્કેઈ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, અલ્બેનિયા, બલ્ગેરિયા, બેલ્જિયમ, કેનેડા, ઓટાવા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આઇસલેન્ડ, ગ્રીસ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, રોમાનિયા , સ્લોવાકિયા, મોન્ટેનેગ્રો, નેધરલેન્ડ, ઉત્તર મેસેડોનિયા, નોર્વે, પોલેન્ડ, સ્લોવેનિયા, સ્પેન અને ફિનલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.