ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાનો દાવો છે કે રશિયા યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુક્રેન સાથેના તેના એક વર્ષથી વધુ લાંબા યુદ્ધમાં રશિયાને હવે બાહ્ય સહાયની જરૂર છે. રશિયા હવે યુક્રેન સાથે યુદ્ધ લડવાના શસ્ત્રો માટે ઉત્તર કોરિયા તરફ જોઈ રહ્યું છે. અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આ મહિને વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ રહ્યા છે. બંને નેતાઓ એકબીજાની વચ્ચે હથિયારો પર સહયોગ અંગે ચર્ચા કરશે.જો કે આ મીટિંગનું ચોક્કસ સ્થળ અને સમય હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
- Advertisement -
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એ જણાવ્યું કે અમેરિકાને આશા છે કે કિમ જોંગ આ મહિનાની અંદર પ્રવાસ કરશે. જો કે તેમણે કહ્યું કે બેઠક ક્યાં અને ક્યારે થશે તે અંગે કોઈ પુષ્ટિ નથી, પરંતુ ઉત્તર કોરિયાથી અંતરને જોતા બંને નેતાઓ વચ્ચે પેસિફિક બંદરીય શહેર વ્લાદિવોસ્તોકમાં મુલાકાત થઈ શકે છે.
BREAKING – YOUR REACTION: Kim Jong-un and Putin Plan to Meet in Russia to Discuss Weapons pic.twitter.com/lWUSXQPQ8j
— Simon Ateba (@simonateba) September 4, 2023
- Advertisement -
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હથિયારોને લઈને વાતચીત ચાલી રહી
વધુ એક અહેવાલ અનુસાર કિમ જોંગ ઉન પોતાની સ્પેશિયલ ટ્રેન દ્વારા રશિયા પહોંચી શકે છે. વ્હાઇટ હાઉસે પહેલા જ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હથિયારોને લઈને વાતચીત ચાલી રહી છે. તે જ સમયે, અમેરિકાના NSC પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તાજેતરમાં જ પ્યોંગયાંગની મુલાકાત લીધી હતી અને હથિયારોના વેચાણ અંગે ચર્ચા કરી હતી.
અમેરિકાએ નોર્થ કોરિયાને આપી ચેતવણી
જણાવી દઈએ કે કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ આ પહેલીવાર છે જ્યારે નોર્થ કોરિયાએ વિદેશી મહેમાનો માટે પોતાના દરવાજા ખોલ્યા છે. પુતિન અને કિમ વચ્ચે એક પત્રની પણ આપ-લે કરવામાં આવી છે જેમાં હથિયારો અંગેની સમજૂતી પર સહમતિ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ રશિયા સાથે શસ્ત્ર વાટાઘાટો બંધ કરી દેવી જોઈએ. અમેરિકાએ ઉત્તર કોરિયાને ચેતવણી પણ આપી હતી કે જો તે રશિયા સાથે શસ્ત્રોનો વેપાર કરશે તો તેને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
⚡️ Kim Jong-un 🇰🇵 plans to visit Russia 🇷🇺 in September to meet with Putin.
– New York Times
The “Russian World” is ever shrinking, run by tyrants, & economically broke. pic.twitter.com/6zpUPNKZAR
— Jason Jay Smart (@officejjsmart) September 4, 2023
ક્યાં થશે કિમ જોંગ ઉન અને પુતિનની મુલાકાત?
કિમ જોંગ ઉન અને પુતિન વચ્ચેની મુલાકાત રશિયાના ઉત્તરી કિનારે સ્થિત શહેર વ્લાદિવોસ્તોકમાં થઈ શકે છે. ગયા મહિને ઉત્તર કોરિયાની એક ટીમ આ શહેરમાં પહોંચી હતી.આમાં કિમ જોંગ ઉનના સુરક્ષા અધિકારીઓ પણ સામેલ હતા. ઉત્તર કોરિયાને રશિયા પાસેથી ટેકનિકલ મદદ પણ જોઈએ છે જેથી તે પરમાણુ સબમરીન અને સેટેલાઇટના ક્ષેત્રમાં કામ કરી શકે. 2019માં પણ કિમ જોંગ પોતાની સ્પેશિયલ ટ્રેનમાં વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા.