-અમેરિકાએ 30 કરોડ ડોલરના આક્રમણમાં ઉપયોગી શસ્ત્રો-તોપ રોકેટ મોકલ્યા
રશિયાના પાટનગર- મોસ્કોના સૌથી સુરક્ષિત ગણાતા પ્રમુખ આવાસ ‘કેમલીન’ પર ડ્રોન હુમલાના પ્રયાસો બાદ હવે રશિયા વળતો પ્રહાર કરશે તેવા સંકેત વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેસ્કી પાડોશી ફિનલેન્ડમાં ઉતર યુરોપીયન અને ઉતર એટલાંટિક દેશોના ‘નોર્ડીક’ સંગઠનથી વાર્ષિક એક દિવસની બેઠકમાં ભાગ લેવા ફિનલેન્ડની રાજધાની હેલસિંકી પહોંચ્યા છે
- Advertisement -
જયાં તેઓ ફિનલેન્ડ ઉપરાંત સ્વીડન, નોર્વે, ડેનમાર્ક અને આઈસલેન્ડના રાષ્ટ્રવડાઓને મળશે. આ દેશો રશિયાના આક્રમણ સામે યુક્રેનની સાથે છે તો બીજી તરફ હવે ઝેલેસ્કીની સુરક્ષા પણ વધારાઈ છે. એક મહત્વની વનવે અમેરિકાએ યુક્રેનને વધુ 30 કરોડ ડોલરની સૈન્ય સહાયતા મોકલવા નિર્ણય લીધો છે. જેમાં ઘાતક ગણાતા હાઈડ્રો-70 રોકેટ પણ સામેલ છે. જે લડાયક વિમાનમાંથી દાગી શકાય છે અને તેમ હવે પોલેન્ડ સહિતના દેશો જે યુક્રેનને લડાયક વિમાનોની પણ સહાય કરી રહ્યા છે.
તેમાં આ રોકેટ ઉપયોગી બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે યુક્રેન વળતો હુમલો કરવા તૈયાર છે. અમેરિકાએ મોર્ટાર-હોવિત્ઝર તોપ રાઈફલ અને મિસાઈલ પ્રણાલી યુક્રેનને આપી છે જે વળતા હુમલા માટે પહોચી છે તો યુક્રેનની મદદમાં હવે યુરોપીયન સંઘે પણ વધુ ગોલા-બારુદ ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. યુક્રેન દ્વારા તેના જે ક્ષેત્રો પર રશિયાનો કબ્જો છે તે છોડાવવા આ પ્રકારની કાર્યવાહી કરશે અને પશ્ર્ચીમી તથા યુરોપીયન રાષ્ટ્રો પણ હવે આ સ્થિતિ નિર્ણાયક બને તેવું ઈચ્છે છે.