– યુક્રેન-રશિયાના યુદ્ધનો અંત આવતો નથી, બન્ને પક્ષે તબાહી
-રશિયાએ યુક્રેન સામે શિયાળાને બનાવ્યું હથિયાર: મિસાઈલ હુમલાથી વીજ સપ્લાયને અસર થતા યુક્રેન અંધારામાં ડુબ્યું
- Advertisement -
યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈમાં હજુ અંત નથી આવ્યો, બન્ને પક્ષે તબાહી ચાલુ છે, હવે લડાઈમાં ડ્રોનનો ઉપયોગ થવા લાગ્યો છે. યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાના બે એરબેઝ તબાહ થયા છે. જયારે રશિયાના ત્રણ સૈનિકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.
જાણવા મળતી વિગત મુજબ આ ડ્રોન હુમલામાં રશિયાના બે ટીપુ- 95 પરમાણુ બોમ્બર વિમાન પણ તબાહ થયા છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ આ પરમાણુ બોમ્બર્સને યુક્રેન અને બ્રિટનને ડરાવવા માટે તૈનાત કર્યા હતા. બીજી બાજુ યુક્રેન તરફથી હુમલાના ખતરાને જોઈને રશિયન એરબેઝને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ રશિયન સેનાએ યુક્રેનના હુમલા પર આધિકારિક ટીપ્પણી નથી કરી પણ તેની વાયુસેનાએ ટવીટ કર્યું છે કે ‘શું થયું?’ સાથે એક પાર્ટી કરનારો ચહેરો ઈમોજી અને એક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત વિમાન જેવી દેખાતી તસ્વીરો શેર કરાઈ છે.
- Advertisement -
યુક્રેનના હુમલા બાદ રશિયા પણ આક્રમક બન્યુ છે. જાણવા મળતી વિગત મુજબ સોમવારે મોડીરાત જે રશિયન સેનાએ ઓડેસા, ચેરકાસી અને ક્રિચીરિહ શહેર સહિત દેશના અનેક ભાગોમાં બોમ્બમારો શરૂ કર્યો છે.રશિયા હાલ શિયાળને યુક્રેન સામે હથિયાર બનાવી રહ્યું છે. હાલ કડકડતી ઠંડીમાં યુક્રેનની વીજળી સપ્લાય તોડી નાખવા હુમલા કરી રહ્યું છે.