વેગ્નર જૂથ આક્રમણ કરવા તત્પર
પોલેન્ડ નાટોનું સભ્ય: બેલારૂસ સીમાએ સૈન્ય ખડક્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના પ્રમુખ પુતિને પોલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કોના માનમાં સેન્ટપીટર્સબર્ગ ખાતે ભોજન સમારંભ યોજયો હતો. તે પછી આશરે એક મહિને વેગ્નર જુથે મોસ્કો ઉપર હુમલો કરવા આગળ વધ્યું હતું. પરંતુ અચાનક પાછું ફરી ગયું તે સાથે તે જૂથનો બળવો નિષ્ફળ જતાં વેગ્નર – સૈનિકો પાસેના બેલારૂૂસમાં પહોંચી ગયા. બીજી તરફ નાટોના સભ્ય દેશ પોલેન્ડે બેલારૂૂસ સરહદે સૈનિકો શસ્ત્ર-સરંજામ અને બખ્તરિયા વાહનો ખડકવા શરૂૂ કરી દીધા. સહજ છે કે તેથી પેલા વેગ્નર સૈનિકો ઉશ્ર્કેરાયા, તેઓ સામો હુમલો કરવા તત્પર બન્યા. આથી બેલારૂૂસના સરમુખત્યાર એલેકઝાન્ડર લુકાશેન્કોની ઊંઘ ઉડી ગઈ છે. કારણ સીધુ અને સાદુ છે.
જો પોલેન્ડ ઉપર વેગ્નર જૂથ પણ હુમલો કરે તો તે નાટો સભ્ય પરનો હુમલો ગણાય તેવી નાટો દેશો અને અમેરિકા બેલારૂૂસ પર તૂટી પડે. બીજી તરફ પ્રમુખ પુતિને તો જાહેર કરી દીધું છે કે બેલારૂૂસ ઉપરનો હુમલો તે રશિયા પરના હુમલા બરોબર ગણાશે. જો આમ થાય તો પરિણામ મહાયુદ્ધમાં જ આવે તેમાં મીન-મેખ નથી. આમ યુક્રેન યુદ્ધ એક તરફ પ્રસરતું જાય છે. બીજી તરફ વધુ ને વધુ ગૂંચવાતું જાય છે. કોઈ ઉકેલ દેખાતો નથી. કશી સૂઝ પડે તેમ નથી.વધુ મુશ્ર્કેલી તો ત્યાં ઊભી થઈ છે કે ઓછામાં ઓછું આ યુદ્ધ શાંત પાડી શકે તેવી બે વ્યક્તિઓ ફ્રાંસના પ્રમુખ મેક્રો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોતાના દેશમાં જ ચાલી રહેલા વમળોમાં એવા ફસાયા છે કે એક પૂર્વ તરફ કે બીજા ઉત્તર-પશ્ર્ચિમ તરફ જોઈ શકે તેમ નથી.
વેગ્નર જૂથના સૈનિકોને લુકાશેન્કોએ ધૈર્ય રાખવાનું કહેતાં પૂછયું, તમે શા માટે પશ્ર્ચિમ તરફ (પોલેન્ડ) જવા માગો છો ?ત્યારે તેમણે જવાબ આપ્યો : અમે તો વોર્સોથી રેઝન્સઝો સુધી સાહસ યાત્રા કરવા માગીએ છીએ. આ પૂર્વે પોલેન્ડનાં સૈન્યે બેલારૂૂસ સરહદે તેનું સૈન્ય તો ગોઠવી જ દીધું હતું. પરંતુ હવે તે સૈન્ય સંખ્યામાં વધારો કરી રહ્યું છે. આ સાથે બેલારૂૂસનું સૈન્ય તથા વેગ્નર સૈનિકો પણ તૈયાર થઈ ગયા છે, તેમ પણ લુકાશેન્કાએ પ્રમુખ પુતિનને જણાવ્યું હતું. પ્રમુખ પુતિને લુકાશેન્કોને સધવારો આપતાં કહ્યું કે બેલારૂૂસ ઉપર થયેલો હુમલો રશિયા પર થયેલા હુમલા બરાબર ગણાય, જો તેની ઉપર આક્રમણ થશે તો રશિયા પૂરી સહાય કરશે. વળતો જવાબ પણ આપશે.ટૂંકમાં યુક્રેન યુદ્ધ વિસ્તરતું જાય છે. ગૂંચવાતું જાય છે, જો પોલેન્ડ નહીં સમજે તો વ્યાપક મહાયુદ્ધની ભીતી તોળાઈ છે.