રાષ્ટ્રને આઘાત લાગે: યુદ્ધ ક્ષમતા થોડો સમય મંદ પડી જાય
ઝેલેન્સ્કીની હત્યાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીની હત્યાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ હજી સુધી તે નિષ્ફલ રહ્યા છે. કહેવાની જરૂૂર જ નથી કે રશિયા યુક્રેન યુદ્ધ શરૂૂ થયા પછી આ પ્રયાસો શરૂૂ થઇ ગયા હતા. જો ઝેલેન્સ્કીની હત્યા થાયતો સમગ્ર યુક્રેન અસામાન્ય આઘાતમાં સરી જાય. પરિણામે તેની યુદ્ધક્ષમતા પણ થોડા સમય પૂરતી તો મંદ પડી જ જાય.
આ તારણો આપતાં યુક્રેનનું મુખપત્ર પોલિટિકો જણાવે છે કે યુદ્ધ શરૂૂ થયું ત્યારે જ યુક્રેનમાં જ ઝેલેન્સ્કીને ખસી જવા દબાણ કરવામાં આવ્યું હતું. તેઓએ પદ છોડવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો તેટલું જ નહીં પરંતુ યુક્રેનનાં દળોને રશિયા સામે ટક્કર લેવા બરોબર તૈયાર કર્યાં, સાથોસાથ યુક્રેન તરફે અંતર રાષ્ટ્રીય સમર્થન પણ મેળવ્યું. આ કારણસર જ રશિયાના સાંસદો અને કટ્ટર રાષ્ટ્રવાદીઓ, તેમ જ લસ્કરી માંધાતાઓ તેમને જ સૌથી પહેલું નિશાન કરવા માગે છે.
ઝેલેન્સ્કીની હત્યાના અનેક પ્રયાસો થયાં છે, પરંતુ તે નિષ્ફળ બનાવાયા છે. ફેબુ્રઆરી 2022માં રશિયાનું આક્રમણ શરૂૂ થયું તે પછી થોડાં સપ્તાહે જ ઓછામાં ઓછા, બારેક જેટલા તેમની હત્યાના ગંભીર પ્રયાસો થયા હતા. તે કરનાર રશિયાના જાસૂસોની ટુકડીઓ હતી તેમજ ચેચાન્યન્સ અને વેગ્નર જૂથના ભાડુતી સૈનિકો પણ હતા. ચેચાન્યન્સ અને વેગ્નર જૂથે તો કીવનાં અતિ સંરક્ષણાત્મક વિસ્તારની રક્ષણાત્મક વાડો પણ તોડી નાખી હતી. તેમ ઝેલેન્સ્કીના ટોચના સલાહકાર મિખાઈલ પોડોલીઆકે, જણાવ્યું હતું. આ પછી ઝેલેન્સ્કીએ, ઝૂમ-મીટીંગ અમેરિકાના સેનેટર્સ સાથે કરી ત્યારે તેઓએ જણાવ્યું કે સ્ક્રીન ઉપર તેઓ મને છેલ્લીવાર જીવંત જોઈ રહ્યા છો. આમ છતાં હજી સુધી ઝેલેન્સ્કીને ઊની આંચ આવી નથી.
- Advertisement -
સંવિધાન જણાવે છે કે પ્રમુખની અનુપસ્થિતિ (મૃત્યુમાં કે પ્રમુખ પોતે પોતાની ફરજ બજાવી ન શકે તેવી સ્થિતિમાં મુકાઈ જાય તો તેમની ફરજ વર્ખોવના વડા (યુક્રેનની સંસદ)ના અધ્યક્ષ સંભાળી લે.જો જેલેન્સ્કીને ઘણું ભયંકર બને તો તેથી યુક્રેન પડી નહીં જાય. તેની પાસે સબળ વહીવટી અને લશ્ર્કરી વ્યવસ્થા તંત્ર છે.