ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ પર કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. રાહુલ ગાંધી, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે પછી પ્રિયંકા ગાંધીએ પણ મધ્યપ્રદેશની સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે કે, ભાજપના 20 વર્ષના કુશાસનમાં બાળકીઓ, આદિવાસી, મહિલાઓ, દલિત કોઇ સુરક્ષિત નથી. લાડલી બહેનના નામ પર ચુંટણી પ્રચાર કરવાનો શો ફાયદો છો, જો બાળકીઓને સુરક્ષા અને મદદ જ ના મળી શકે?
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક નાની બાળકી સાથે થયેલ દર્દનાક ઘટના આથ્માને હચમચાવી નાખનાર છે. આ દુષ્ક્રર્મ પછી તે દોઢ કલાક સુધી દરેક જગ્યાએ મદદ માટે ભટકતી રહી અને પછી રસ્તા પર જ બેહોશ થઇને ઢળી પડી, પરંતુ મદદ ના મળી. આ મધ્યપ્રદેશની કાનુન વ્યવસ્થા અને મહિલા સુરક્ષા છે ?
- Advertisement -
भगवान महाकाल की नगरी उज्जैन में एक छोटी बच्ची के साथ हुई बर्बरता आत्मा को झकझोर देने वाली है। अत्याचार के बाद वह ढाई घंटे तक दर-दर मदद के लिए भटकती रही और फिर बेहोश होकर सड़क पर गिर गई लेकिन मदद नहीं मिल सकी।
ये है मध्य प्रदेश की कानून व्यवस्था और महिला सुरक्षा? भाजपा के 20 साल…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 28, 2023
- Advertisement -
મોહનખડામાં આ મુદે કરશે સંબોધન
પ્રિયંકા ગાંધી આવતા 5 ઓક્ટોમ્બરના ધાર જિલ્લાના મોહનખડ્ડા આવશે. જ્યાં તેઓ મોટી રેલીને સંબોધન કરશે. પ્રિયંકા જ્યાં મંચ પરથી ઉજ્જૈનની ઘટનાનો મુદા ઉઠાવશે. પ્રિયંકા ગાંધીનો મધ્યપ્રદેશના આ ત્રીજો પ્રવાસ છે. આ પહેલા 12 જુનના જબલપુર અને ગ્વાલિયરમાં 21 જુલાઇના આવી હતી.
સમગ્ર ઘટના આ મુજબ
ઉજ્જૈનમાં એક 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેને ઇજાગ્રસ્ત અવસ્થામાં રસ્તા પર છોડી દીધી. આ બાળકી ઉજ્જૈનના રસ્તા પર અને ગલીઓમાં લોકોના ઘરના દરવાજા ખટખટાવતી મદદ માંગી રહી હતી, પરંતુ કોઇએ પણ મદદ કરી નહીં. બાળકીએ જણાવ્યું કે, પ્રયાગરાજની વાત જણાવી રહી છે. પરંતુ તેમની સારવાર ઇંદોરમાં ચાલી રહી છે. જ્યારે, આ કેસમાં અત્યાર સુધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તપાસ માટે તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.