મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રાવણ માસ આવી રહ્યો છે એટલે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે.
શ્રાવણ માસ દરમિયાન પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર એટલે કે ઉજ્જૈન મહાકાલ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે એવામાં હાલ મંદિર સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે.
- Advertisement -
જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કાવડ યાત્રીઓ સહિત કોઈ વીઆઈપી પણ ગર્ભગૃહમાં પ્રવેશી શકશે નહીં. બીજી તરફ કાશી વિશ્વનાથની તર્જ પર મહાકાલેશ્વર મંદિરમાં દર્શનાર્થીઓ માટે કોઈ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ
ભગવાન મહાકાલેશ્વરના દરબારમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ મહાકાલ લોકની રચના પછી બાબા મહાકાલના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
June 26 Bhasma #Aarti darshan of Shree #Mahakaleshwar #Ujjain
- Advertisement -
Subscribe to our Telegram Channel https://t.co/PymIGf920F… #shiv #shiva #bholenath #mahadev #jyotirling #jaibholenath #jaimahakal #om #omnamahshivay #harharmahadev #mahakal #goodmorning #ujjainlive #madhyapradesh pic.twitter.com/it4lOpjygj
— Ujjain (@ujjain_live) June 26, 2023
VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરશે
સમિતિના અધ્યક્ષ કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં સામાન્ય દર્શનાર્થીઓએ બાબા મહાકાલના સગવડતાપૂર્વક દર્શન કરવા જોઈએ. તેથી કાર્તિક મંડપમ અને ગણેશ મંડપમ અને અન્ય બેરીકેટ્સથી ભક્તોને દર્શન કરાવવામાં આવશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ વહેલામાં વહેલી તકે ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરી શકશે.આ સાથે જ અન્ય કાવડ યાત્રીઓ અને વીઆઈપીઓને પણ ગર્ભગૃહમાં પ્રતિબંધિત કરવામાં આવશે. એટલે કે VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરી શકશે.
શ્રાવણ મહિનામાં હરસિદ્ધિ મંદિર વિસ્તાર અને મહાકાલ લોક વિસ્તારને નો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે, જે બે મહિના સુધી રહેશે. ઉજ્જૈન શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર એ છે કે હવે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતો કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડ બતાવીને અલગ-અલગ રસ્તેથી મહાકાલ મંદિરમાં પ્રવેશ કરી શકશે. તેમજ શહેરના રહીશોને કતારોમાં ઉભા રહેવું પડશે નહીં.