UGCએ તમામ વિષયને લગતી સત્તાવાર માહિતી ઓફિશિયલ વેબસાઈટ ugc.gov.in પર મૂકી
ખાસ-ખબર સંવાદદાતા
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ઞૠઈએ વિદ્યાર્થીઓને કોઈપણ યુનિવર્સિટીમાંથી ખ.ઙવશહમાં (માસ્ટર ઓફ ફિલોસોફી) અભ્યાસ કરવા અંગે ચેતવણી આપી છે. ઞૠઈ દ્વારા ખ.ઙવશહ કોર્સની માન્યતા રદ કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે. તે છતાં પણ કેટલીક યુનિવર્સિટીઓ આ કોર્સમાં વિદ્યાર્થીઓની નોંધણી કરી રહી છે. યુજીસીએ ઘણા સમય પહેલાં જ એમફીલને ગેરકાયદેસર જાહેર કરી હતી અને 2023-24 માટે એમફીલના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. ઞૠઈએ આ અંગે સત્તાવાર સુચના આપતા જણાવ્યું હતું, યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ માસ્ટર ઓફ ફિલોસોફી (ખ.ઙવશહ) કોર્સના નવા એડમિશન લઇ રહી છે. આ અંગે ધ્યાન રાખવું જરૂર છે કે એમફીલ ડિગ્રીની માન્યતા રદ કરી હોવાથી તે હવેથી માન્ય નહિ ગણાય. આ સુચના ઞૠઈ રેગ્યુલેશન 2022ના નિયમ નંબર 14 પર ભાર મુકે છે. ભારતમાં એમફિલ પ્રોગ્રામ કરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાને આ નિયમ લાગુ પડે છે. ઉલ્લેખનીય છે કે યુજીસીએ માસ્ટર ઓફ ફિલોસોફીનો પ્રોગ્રામ 2022માં જ બંધ કરી દીધો હતો. આ કોર્સ કરાવતી યુનિવર્સિટીઓને અગામી શૈક્ષણિક વર્ષના નવા એડમિશન રોકવા ઞૠઈએ અપીલ કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમફીલ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ ઞૠઈએ ચેતવ્યા હતા અને એમફીલમાં એડમિશન ન લેવાની સલાહ આપી હતી. આ અંગે ઞૠઈના સેક્રેટરી મનીષ જોશીએ કહ્યું ઙવઉ નિયમોના નોટિફિકેશન પહેલાં શરૂ થયેલા એમફિલ કોર્સને કોઈ અસર થશે નહીં. સાથે વર્તમાન વિદ્યાર્થીઓને એમફિલની (ખ.ઙવશહ) ડિગ્રી મેળવવા માટે કોર્સ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઞૠઈએ આ તમામ વિષયને લગતી સત્તાવાર માહિતી ઓફિસિયલ વેબસાઈટ ીલભ.લજ્ઞદ.શક્ષ પર મૂકી છે. ઞૠઈએ એમફીલ પ્રોગ્રામને લગતી નોટીસ 26 ડિસેમ્બરે બહાર પાડી હતી. જયારે તેમને ધ્યાનમાં આવ્યું કે અમુક યુનિવર્સિટીઓ એમફિલ પ્રોગ્રામના નવા એડમિશન લઈ રહી છે. ઞૠઈ દ્વારા વર્ષ 2022-23ના શૈક્ષણિક સત્ર દરમિયાન આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. ઞૠઈનું માનવું છે કે તેના દ્વારા સંશોધન માર્ગોને વ્યવસ્થિત કરી શકાશે અને પીએચડી પ્રોગ્રામને પ્રોત્સાહન મળશે. યુજીસીના સુધારેલા નિયમો મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા એમફીલ (ખ.ઙવશહ) કોર્સ વિદ્યાર્થીઓને ઓફર કરવા પર પ્રતિબંધ છે. નોંધનીય છે કે એમફીલએ (માસ્ટર ઓફ ફિલોસોફી) એક શૈક્ષણિક કોર્ષ હતો. આ પ્રોગ્રામ જે તે વિષયમાં સંશોધનના કાર્યને આગળ વધારવા જરૂરી હતો. આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનો સમયગાળો બે વર્ષનો હતો. આ કોર્ષમાં વાણિજ્ય, વિજ્ઞાન, કાનુન અને શિક્ષણ જેવા વિવિધ વિષયો પર એમફીલ કરી શકાતું હતું.
- Advertisement -