બંનેએ કહ્યું-અમારી વિચારધારા એક, વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું
29 નગર નિગમ ચૂંટણીમાં 15 જાન્યુઆરીએ મતદાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ પછી એકસાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. શિવસેના (યુબીટી) અને મનસે મળીને બીએમસી ચૂંટણી લડશે. બુધવારે બંને ભાઈઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી.
ગઠબંધન અંગે ઉદ્ધવે કહ્યું કે અમારી વિચારસરણી એક છે, જો વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું. મહારાષ્ટ્ર માટે આપણે બધા એક છીએ. આ પહેલા બંને નેતાઓ શિવાજી પાર્ક સ્થિત બાળાસાહેબ ઠાકરેના સ્મારક પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી.
છેલ્લા પાંચ મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે ભાઈઓએ મંચ શેર કર્યો. આ જ વર્ષે જુલાઈમાં મુંબઈના વર્લી ડોમમાં મરાઠા એકતા રેલીમાં ઉદ્ધવ અને રાજ એકસાથે આવ્યા હતા. આ પહેલા 2006માં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના 29 નગર નિગમોમાં આવતા વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. તેમાં બૃહન્મુંબઈ નગર નિગમ (ઇખઈ), પુણે નગર નિગમ (ઙખઈ) પણ સામેલ છે. મતદાન 15 જાન્યુઆરીએ થશે અને પરિણામ 16 જાન્યુઆરીએ આવશે.
ઇખઈ ચૂંટણી માત્ર નગર નિગમની જ નહીં, પરંતુ મુંબઈની સત્તા, પક્ષોની વિશ્ર્વસનીયતા અને આવનારી મોટી ચૂંટણીઓની દિશા નક્કી કરવાની લડાઈ છે. તેથી આ મહાયુતિ અને મહાવિકાસ અઘાડી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન છે. 74,000 કરોડ રૂપિયાના બજેટવાળી એશિયાની સૌથી મોટી સિવિક બોડી ઇખઈ પર અવિભાજિત શિવસેનાએ લગભગ બે દાયકા સુધી રાજ કર્યું હતું. ત્યારે ઇઉંઙ તેની સહયોગી હતી.
મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના બજેટ કરતાં પણ મોટું છે. આ જ કારણ છે કે ભાજપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એકનાથ શિંદેની શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અહીં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.



