યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના જોર્ડન-અમેરિકન રસાયણશાસ્ત્રી ઓમર યાગીને આજે રસાયણશાસ્ત્રમાં 2025 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તેને ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીના રિચાર્ડ રોબસન અને જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સુસુમુ કિતાગાવા સાથે શેર કર્યું હતું.
કેમિસ્ટ્રીમાં નોબેલ મેળવનારા મૂળ પેલેસ્ટાઇનના નાગરિક ઓમર યાઘીની હાલ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે. ઓમરનું જીવન અત્યંત ગરીબીમાં વિત્યું, જોર્ડનના અમ્માનમાં ઓમર પશુઓની સાથે એક રૂમમાં રહેતા હતા, જ્યાં વીજળી પણ નહોતી. હવે તેઓ વિશ્વભરમાં વિજ્ઞાન ક્ષેત્રે ચમકી ઉઠયા છે.
- Advertisement -
1965માં જોર્ડનમાં પેલેસ્ટાઇનના શરણાર્થી પરિવારમાં જન્મેલા ઓમરનો અત્યંત ગરીબીમાં ઉછેર થયો હતો. તેનો આખો પરિવાર એક જ રૂમમાં રહેતો હતો, જેમાં ના તો ચોખુ પાણી મળતું ના તો વીજળી હતી. પિતાની વિનંતીને કારણે ઓમર 15 વર્ષની વયે અમેરિકા પહોંચ્યા. જ્યાં તેમણે હુડસન કોલેજમાં એડમિશન લીધું, બાદમાં અલબાનીની યુનિવર્સિટીમાં પહોંચ્યા. 1990માં તેમણે ઇલ્લીનોઇસ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું હતું.
આજે તેઓ કેલિફોર્નિયા યુનિ.માં સૌથી ટોચના કેમિસ્ટ્રીના પ્રોફેસરનું પદ ધરાવે છે. એટલુ જ નહીં તેઓ યુએસ નેશનલ એકેડમી ઓફ સાઇન્સ એન્ડ જર્મન નેશનલ એકેડમી ઓફ સાઇન્સના ચૂંટાયેલા સભ્ય પણ છે. નોબેલ પ્રાઇઝ મેળવનારા ઓમર 16માં મુસ્લિમ નિષ્ણાત છે. જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેળવનારા તેઓ વિશ્વના ચોથા મુસ્લિમ વૈજ્ઞાનિક છે. આ પહેલા ફિઝિક્સમાં 1979માં અબ્દુસ સલમાનને, 1999માં કેમિસ્ટ્રીમાં અહમદ ઝેવેઇલને, 2015માં કેમિસ્ટ્રીમાં જ અઝીઝને, 2023માં કેમિસ્ટ્રીમાં મૌંગી બાવેન્ડીને નોબેલ મળ્યો હતો. મુસ્લિમ સમાજ માટે ઓમર પ્રેરણાદાયક વૈજ્ઞાનિક સાબીત થઇ રહ્યા છે. જ્યારે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ખુંવાર થઇ ગયેલા પેલેસ્ટાઇનના નાગરિકોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે.