ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
સર્બિયાસ્થિત વેબસાઇટ નમ્બિઓ એક સેફ્ટી ઈન્ડેક્સ જાહેર કર્યો છે. જેમાં લોકો પોતાને પોતાના જ દેશમાં કેટલું સુરક્ષિત અનુભવે છે એનો સ્કોર હોય છે. નમ્બિઓ સેફ્ટી ઇન્ડેક્સ 2025ના ડેટા અનુસાર મિડલ ઈસ્ટના યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ને વિશ્વના સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાજાશાહી ધરાવતા આ દેશમાં લોકો સુરક્ષિત રીતે રહી શકે છે અને તે મને ક્રાઈમનો ડર રહેતો નથી. પ્રથમ 10 દેશોમાં ત્યાર બાદ એન્ડોરા, કતર, તાઈ વાન, મકાઉ (ચીન), ઓમાન, આઈલ ઑફ મેન, હોન્ગકોન્ગ (ચીન), આર્મેનિયા અને સિંગાપોરનો નંબર આવે છે. આ લિસ્ટમાં ભારત 67મા ક્રમે છે. જોકે સુરક્ષિત દેશો ની યાદીમાં ભારત બાદ કેનેડા 75મા ક્રમે, યુનાઇટેડ કિંગડમ (ઞઊં) 86મા ક્રમે અને અમેરિકા 91મા ક્રમે છે. આમ કેનેડા, ઞઊં અને અમેરિકા કરતાં ભારત વધારે સુરક્ષિત છે.