ગુનાને રોકવા માટે UAEએ પાકિસ્તાનીઓને વિઝા આપવાનું બંધ કર્યું
ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ પ્રમોટર ઈસમ બેગે કહ્યું કે UAE સરકાર ચિંતિત છે કે “વિઝિટ વિઝા, વર્ક વિઝા પર નહીં” પરના પાકિસ્તાનીઓ દેશમાં ભીખ માંગવાનો આશરો લે છે.
- Advertisement -
સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાની નાગરિકો માટે સામાન્ય વિઝા જારી કરવાનું અનૌપચારિક રીતે રોકી દીધું છે.પાકિસ્તાનના એડિશનલ હોમ સેક્રેટરી સલમાન ચૌધરીએ ગુરુવારે સેનેટને આ વાતની જાણકારી આપતા ત્યાં હોહા મચી ગઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે યુએઈ અને સાઉદી અરેબિયા બંને અત્યાર સુધી પાકિસ્તાન પર અનૌપચારિક પ્રતિબંધ લગાવવાથી બચતા આવ્યા હતા, કેમકે એક વખત ઔપચારિક પ્રતિબંધ લાગ્યા પછી તેને હટાવવો અત્યંત મુશ્કેલ હોય છે.
યુએઈમાં રહેતા પાકિસ્તાનીઓ ગુનાખોરીમાં મોટાપાયા પર રોકાયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને આ સિવાય તે ટુરિસ્ટ અને વિઝિટર વિઝાનો દૂરુપયોગ કરતાં હોવાનું જણાયું છે. તેમા પણ આ વિઝા પર આવીને યુએઈમાં ગુનાખોરી કરતાં હોવાનું બહાર આવતા યુએઈએ કંટાળીને આ નિર્ણય લેવો પડયો છે.
- Advertisement -
યુએઈની મુખ્ય ચિંતા એ છે કે ત્યાં આવતા પાકિસ્તાનીઓ ઝડપથી ગુનાખોરી તરફ વળી જાય છે. જો કે આ મુશ્કેલી છેલ્લા કેટલાય મહિનાથી ચાલતી આવી છે. જુલાઈ 2025થી પાકિસ્તાની અરજીઓનો મોટાપાયા પર અસ્વીકાર થઈ રહ્યો છે. પાક.ના ગૃહપ્રધાને આ મુદ્દો તેમના યુએઈ સમકક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ વિઝા પર પ્રતિબંધ હટાવ્યો નથી. આગામી દિવસોમાં બીજા અખાતી દેશો પણ તેને અનુસરે તો આશ્ચર્ય નહીં થાય.




