બે પોલીસકર્મીએ રિક્ષાચાલકને બેફામ માર મારતાં હોવાનો વિડીયો વાયરલ
RPFનાં જવાનોએ દારૂ પીને માર માર્યો હોવાનો રિક્ષા ચાલકનાં પુત્રનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ રિક્ષાચાલકને ઢોર માર મારી રહ્યા છે. બન્ને જવાન રિક્ષાચાલકને માર મારતા વીડિયોમાં કેદ થયા છે. વીડિયોમાં અન્ય રિક્ષાચાલકો એકત્ર થતા જોવા મળે છે અને આક્ષેપ કરી રહ્યા છે કે, જુઓ આ બન્ને પોલીસવાળાએ દારૂ પીધો અને રિક્ષાચાલકને માર મારે છે. સાથી પોલીસ કર્મચારીઓએ રોકતા કપડા ફાડી ઝપાઝપી કરી હતી. આ બન્ને પોલીસ કર્મી રેલવે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ)ના બે જવાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિડીયોમાં જોવા મળતી વિગત મુજબ એક પોલીસ કર્મી રિક્ષાચાલકને પોતાના ખંભા પર ઊંચકીને જઈ રહ્યો છે. સાથે બીજા કર્મીનો ફોન પડી જાય છે. આ ધમાલનો વીડિયો લોકો ઉતારી રહ્યા હોવાથી પોલીસ કર્મી બોલે છે કે, વીડિયો ઉતારો વાંધો નહીં. બાદમાં પોલીસ કર્મી ગાળો પણ બોલે છે. એક વ્યક્તિ બોલે છે કે આ પોલીસ દારૂ પીને રિક્ષાચાલકને મારે છે તો પોલીસ કર્મી પણ જવાબ આપતા કહે છે કે, હા દારૂ પીને મારું છું.
બાદમાં બન્ને પોલીસ કર્મી રિક્ષાચાલકને લઈ જાય ત્યારે રિક્ષાચાલક બચવા માટે રોકાઇ જાય છે અને જમીન પર સૂઇ જાય છે. ત્યારે એક પોલીસ કર્મી ગાળ બોલી કહે છે કે આ તો નાટકીયો છે. રિક્ષાચાલક પણ ગાળો બોલી રહ્યો છે. બાદમાં રિક્ષાચાલકનો બેલ્ટ પકડી ઊંધા માથે ઢસડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં રિક્ષાચાલક પોલીસને દાદ દેતો નથી. બાદમાં અન્ય પોલીસ કર્મી આવે છે અને ત્રણેય રિક્ષાચાલકને ઢસડી-ઢસડીને લઈ જાય છે.
રિક્ષાચાલકના પુત્ર અનિલ ઓડેસાએ જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારે હું નોકરી પર હતો. મને 12.30-12.45 વાગ્યા વચ્ચે ફોન આવ્યો હતો કે, તમારા પપ્પાને છઙઋના જવાનોએ દારૂ પીને માર માર્યો છે.
- Advertisement -
રિક્ષાચાલક પહેલાં RPFમાં જ ફરજ બજાવતો હતો: RPFના ડિવિઝનલ હેડ
RPFના ડિવિઝનલ હેડ પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આજે જે વીડિયો વાઇરલ થયો છે તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવીમાં પણ ઘટના કેદ થઈ છે. જે આરોપી રહેશે તેની વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. આ રિક્ષાચાલકનું નામ પ્રેમજી પોલાજીભાઈ અને તે છઙઋમાં પહેલા ફરજ બજાવતા હતા. તે અમદાવાદમાં ફરજ બજાવતા હતા. તે શંકાશીલ ગતિવિધિઓ કરી રહ્યા હતા. સ્ટાફ સાથે પણ મારપીટ કરતા હતા અને ગેરકાયદેસર દારૂ લાવતા હતા. આથી છઙઋનું નામ બરબાદ કરતા હોવાથી તેને ફરજમુક્ત કર્યા હતા. 7થી 8 વર્ષ પહેલા રિટાયર કરવામાં આવ્યા હતા. એક વર્ષ પહેલા અમારા સ્ટાફના જ કર્મચારીની આંગળી કાપી નાખી હતી.
પોલીસકર્મીઓનું મેડિકલ ચેકઅપ કરાયું
પવનકુમાર શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, છઙઋ સ્ટાફમાંથી કોઈએ દારૂ પીધો હોય તેવું કોઈ સામે આવ્યું નથી. તેમ છતાં સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. જો રિપોર્ટમાં નશાયુક્ત પ્રવાહી લેવામાં આવ્યું હોય તેવું આવશે તો તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર પહેલેથી આક્ષેપ કરવામાં આવ્યો છે.