પાણીપુરીનો ચસ્કો પડી શકે 5 થી 10 હજારમાં !
પાણીપુરી ખાવાથી તેલંગાણામાં ફેલાયો ટાઇફોઇડનો ગંભીર રોગ !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તેલંગાણાના એક ટોચના આરોગ્ય અધિકારીએ રાજ્યભરમાં નોંધાયેલા ટાઈફોઈડના મોટી સંખ્યામાં કેસ માટે પાણીપુરીને જવાબદાર ઠેરવી છે. જાહેર આરોગ્ય નિયામક ડો. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે ટાઈફોઈડને ‘પાણીપુરી’ બીમારી કહી શકાય અને લોકોને સલાહ આપી કે હાલમાં વરસાદની સિઝનમાં ટાઈફોઈડ અને અન્ય મોસમી રોગોથી બચાવવા માટે વર્તમાન વરસાદની મોસમમાં પાણીપુરી સહિત અન્ય સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી.
રસ્તા ઉપરની દુકાનો પર ઘણાં લોકો પાણીપુરીના ચટાકા લેતા હોય છે. તેમની આ આદતની જિક્ર કરીને કહ્યું કે લોકો 10- 15 રૂપિયામાં પાણી પૂરી ઝપેટી જાય છે પરંતુ આવનારા સમયમાં તેના બદલે તમારે 5,000-10,000 રૂપિયા ખર્ચવા પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે વિક્રેતાઓએ પણ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને પીવાના પાણીના સલામત ઉપયોગની ખાતરી કરવી જોઈએ.
આ વર્ષે ટાઈફોઈડના વધુ કેસ સામે આવી રહ્યા છે. મે દરમિયાન 2,700 કેસ નોંધાયા હતા, જ્યારે જૂન દરમિયાન આ સંખ્યા 2,752 હતી. દૂષિત ખોરાક, પાણી અને મચ્છરોને મોસમી રોગોના મુખ્ય કારણો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મેલેરિયા, તીવ્ર ઝાડા રોગ અને વાયરલ તાવનો સમાવેશ થાય છે, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઉભરી આવ્યા છે. આ મહિનામાં જ રાજ્યભરમાં ઝાડા-ઉલ્ટીના 6,000 કેસ નોંધાયા છે.