તંત્ર અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બંને યુવાનોને બચાવી લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિવારે શરૂ થયેલા વરસાદે અનેક નદી નાળા અને તળાવોને પાણીથી છલોછલ ભરી નાખ્યાં હડ જેના લીધે પાણીના નાના સ્ત્રોત છલકાતા ઓવર ફલો થયા હતા. તેવામાં ધ્રાંગધ્રા થી સરા ગામ તરફ જવાના માર્ગે આવતા દિઘડિયા ગામની નદી પણ ઓવર ફલો થતાં રોડ પરથી પાણી નીકળ્યા હતા ત્યારે માર્ગ પરથી નદીના આ વહેણમાં સોમવારે વહેલી સવારે એક બોલેરો કાર સહિત બે યુવાનો ફસાયા હતા
- Advertisement -
જ્યારે આ મામલે સ્થાનિક તંત્રને જાણ થતાં જ ધ્રાંગધ્રા મામલતદાર મહેશકુમાર ગોહિલ તથા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસ.પી.જાડેજા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ બચાવ ટીમને હાજર કરી બંને યુવાનોને બચાવવા માટે રેસ્ક્યું હાથ ધર્યું હતું જોકે કલાકોની જહેમત બાદ પાણીના વહેમમાં ફસાયેલ બંને યુવાનોને બચાવી લીધા હતા જેથી મોતને ભાળી ગયેલા બંને યુવાનો દ્વારા બચાવ ટીમ અનેતંત્રના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



