ખાસ-ખબર સંવાદદાતા
ઘાંટવડ કુમાર શાળાની બે કૃતિ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદ થઈ. તારીખ 13 અને 14 ડીસેમ્બર 2022ના રોજ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન છારા કુમાર ક્ધયા શાળા ખાતે વર્ષ 2022 માટે ગણિત વિજ્ઞાન પ્રદશન યોજવામાં આવ્યું હતું. આ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઘાંટવડ કુમાર શાળાની બે કૃતિ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામી હતી. આમ સતત 8મીવાર કુમાર શાળા જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આ બને કૃતિમાં બાળ વૈજ્ઞાનિકોમાં સેલોત સમીર મજીદભાઈ, ઝાલા રવીરાજભાઇ, બારૈયા સંદીપ મધુભાઈ હતા અને તેમના માર્ગદર્શક શિક્ષક તરીકે નીતિનભાઈ મોરી અને જેસિંગભાઈ વાઢેળ આ તમામ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શીત કર્યાં હતા. આ તકે શાળા આચાર્ય મહેશભાઈ વાઢેળ અને શાળા પરિવાર વતી તમામને અભિનંદન પાઠવ્યા હતા. આમ સતત 8વાર જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લેશે અને 5ાંચ વાર રાજય કક્ષાએ ભાગ લીધેલ છે.