ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરના છાયાબજાર રોડ પર આવેલ સાંતોષ જ્યોત જવેલર્સ નામની સોના – ચાંદીની દુકાન માંથી બે દિવસ પેહલા બે અજાણી મહિલા ચાંદી તેમજ ઇમિટેશન ઝવેલરીની ચોરી કરી રફુચકર થઇ હતી આ ચોરીની ફરિયાદ સોની વેપારીએ પોલીસમાં નોંધાવી હતી જેની તાપસ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.કોળી અને એમ.સી.પટેલ તથા પીએસઆઇ વાય.એન.સોલંકી ચલાવી રહ્યા હતા ત્યારે સીસીટીવી અને ટેક્નિકલ સોર્સના આધારે ચોરી કરનાર બંને મહિલાને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પોલીસ વિગત મુજબ ગત તા.23ના રોજ બે અજાણી મહિલા સાંતોષ જ્યોત જવેલર્સ નામની સોનીની દુકાનમાં એવું હતી અને ચાંદીના અન્ય દાગીના બતાવવાનું કહીને વેપારીની નજર ચૂકવી ચાંદીની વીટી તેમજ ઇમિટેશન ધાતુની જવેલરીની કુલ.રૂ.7100ના મુદામાલ સાથે કેશોદની નાંદુબેન ભનુભાઇ ઉકાભાઇ બારૈયા અને રેખાબેન ભાિેશભાઇ ભીમાભાઇ પરમારને ગણતરીની કલાકોમાં ઢાલરોડ પરથી શંકા જતા બંને મહિલાને ઝડપી તેની સામે ધોરણસર કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.