નિવૃત્ત કલાર્કના હાથમાંથી રોકડ સાથેની થેલી ઝુંટવી લેનાર શખ્સની વધુ પુછપરછ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ તાલુકાના ખડીયામાં રહેતા એક મહિલા માંગનાથ રોડ પર ખરીદી કરવા આવ્યા ત્યારે તેની નજર ચુકવી રોકડ તથા દાગીના સાથેના પર્સની ચોરી થઇ હતી. આ ઉપરાંત જૂનાગઢમાં રહેતા એક મહિલાના પર્સની પણ આવી રીતે જ ચોરી થઇ હતી. કુલ 37,600ની મત્તા સાથેના પર્સની ચોરી અંગે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગોંડલ સરકારી દવાખાના પાસે રહેતી રેખા સાગર મકવાણા અને નન્ની ભરત ચાવડાને પકડી લઇ બે વિટી તથા 17,600 રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા.
- Advertisement -
જયારે વિસાવદરમાં રહેતા નિવૃત કલાર્ક કાળવા ચોક નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર પર આવેલા શખ્સે તેના હાથમાંથી 8 હજારની રોકડ સાથેની થેલી ઝૂંટવી લઇ નાસી ગયો હતો. પોલીસે જેલરોડ પરરહેતા મહમદ ગફાર સોબરને પકડી લઇ પાંચ હજાર રૂપિયા કબ્જે કરી પુછપરછ હાથ ધરી છે.



