મામલતદારની ટીમે બે વાહનો સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રા મામલતદારની ટીમ દ્વારા ફરીથી એક વખત ગેરકાયદેસર ખનિજ વહન પર તવાઈ બોલાવી છે જેમાં ધ્રાંગધ્રા ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢીયાર સહિતની ટીમ દ્વારા માલવણ હાઇવે પરથી ગેરકાયદેસર પથ્થર વાહન કરતા એક ટ્રક અને એક ટ્રેકટર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મામલતદાર દ્વારા બંને ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો જપ્ત કરી સેવા સદન ખાતે રાખવામાં આવ્યા હતા આ તરફ મામલતદાર દ્વારા ફરીથી ખનિજ વહન પર કાર્યવાહી શરૂ કરતા ખનિજ માફિયાઓના ફફડાટ જોવા મળ્યો છે



