ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
જોરાવરનગરના ખેરાળી ગામે રહેતા ઉત્તમભાઈ ચંપકભાઈ પરમારે અગાઉ પોતાને આર્થિક ભીંસ હોવાથી મોસીન ઇસ્માઇલ ભટ્ટી પાસેથી ત્રણ લાખ વ્યાજે રૂપિયા લીધા હતા જે વ્યાજ સહિત 27 લાખ પરત પણ કરી દીધા હતા છતાં અવારનવાર વ્યાજખોર દ્વારા રૂપિયાની વધુ ઉઘરાણી શરૂ રાખવામાં આવી હતી જ્યારે રવિવારે મોડી રાત્રે ઉત્તમભાઈ ખેરાળી ગામે પોતાના ઘરે હોય તેવા સમયે વ્યાજખોર મોસીન ઇસ્માઇલ ભટ્ટી અને નાસીર ભટ્ટી બંને ઉત્તમભાઈના ઘરે જઈ જેમ તેમ ગાળો આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા જેમાં ગાળો બોલવાની મનાઈ કરતા બંબે શખ્સો દ્વારા ઉત્તમ અને તેના પિતા પર ફરસી વડે હુમલો કરી જતી અપમાનિત કરી ઘરમાંથી 33 હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાશી છૂટયા હતા આ તરફ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી બાદમાં જોરાવરનગર પોલીસ મથકે બંને વ્યાજખોર વિરૂદ્ધ હુમલો, લૂંટ અને એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.