ખાસ-ખબર સંવાદદાતા
અહીં યુએસ આર્મીના બે બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા, જેમાં 9 જવાનોના મોત થયા હતા. આ દુર્ઘટના ટ્રેનીંગ મીશન દરમિયાન બની હતી. અમેરિકન સમય અનુસાર આ દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યા દરમિયાન બની હતી.
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટના કોન્ટુકીના ટ્રિગ કાઉન્ટીમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અલાબામાં હાઈવે પર એક બ્લેક હેલિકોપ્ટર ટ્રેનીંગ દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં 2 પાયલોટના મૃત્યુ થયા હતા.
અમેરિકી સૈન્યના બે બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ: 9 સૈનિકના મોત
