ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિવર્ષ રૂ. 20,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટની અગ્રીમ સેવા સંસ્થા રોટરી મીડટાઉનના સહયોગથી ટપુભાઈ મહેતા અને દયાકુંવરબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનાર્થે બે પ્રકારની સ્કોલરશીપ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે ધો. 12 વિજ્ઞાનપ્રવાહ પછી મેડીકલ. ઈજનેરી, ટેકનીકલ વગેરે અભ્યાસ માટે પ્રતિવર્ષ રૂ. 20,000/- સુધીની સહાય મળી શકશે. પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે કોઈપણ વિદ્યાશાખામાંથી ઉપાધી પ્રાપ્ત કર્યા પછી MD,MS,MDS વગેરે ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિવર્ષ રૂ. 20,000/- સુધીની શિષ્યવૃત્તિ મળી શકશે.
ઉપરોક્ત બંને પ્રકારની શિષ્યવૃતિઓ માટે જે તે પરિક્ષાના પરિણામ, આર્થિક સ્થિતિ તેમજ પસંદગીના અભ્યાસક્રમના પ્રવેશને ધ્યાનમાં લેવામાં આવશે. આ સ્કોલરશીપનો લાભ સમગ્ર રાજકોટ જીલ્લાના વિદ્યાર્થીઓને મળશે.
આ સ્કોલરશીપ માટેના માહિતીપત્રક તેમજ ફોર્મ રોટરી મીડટાઉન, C/O આઈ-ટેક ઇન્ફોનેટ, 3 જો માળ, જે. પી. ટાવર, ટાગોર રોડ, ખાતે થી સવારે 11 થી 12.00 તથા સાંજે 4 થી 5.30 દરમ્યાન માર્કશીટની નકલ રજુ કરીને મળશે. આ સ્કોલરશીપ માટે જે તે પરીક્ષામાં 90% PR આવશ્યક છે.
- Advertisement -
ગયા વર્ષ સુધી આ સ્કોલરશીપ અંતર્ગત 294 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલી છે. સ્કોલરશીપ અંતર્ગત કુલ રકમ રૂ 1.34 કરોડ આપવામાં આવેલ છે. આ વિદ્યાર્થીઓ ગુજરાતની ખ્યાતનામ કોલેજીસ જેવીકે બી.જે.મેડીકલ, એલ.ડી. એન્જીનીયરીંગ, CEPT, PUD રાજકોટ મેડીકલ કોલેજ, વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે.