બાતમીનાં આધારે કાર્યવાહી, 10 લાખનો મુદ્દામાલ સીઝ
ખાસ-ખબર સંવાદદાતા
ઊનાના દેલવાડા નજીક ટ્રેક્ટરમાં ગે.કા. રેતી ભરી હેરાફેરી કરતા હોય જેની બાતમીનાં આધારે ખાણખનીજ વિભાગે ગે.કા.ખનીજ રેતી ભરેલા બે ટ્રેકટરોને મુદામાલ સાથે ઝડપી લઈ બે વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગત મુજબ ઊનાનાં દેલવાડા નજીક ટ્રેકટરમાં ગે.કા. ખનીજ રેતી ભરી હેરાફેરી કરતા હોવાની બાતમીનાં આધારે ખાણ ખનીજ વિભાગે વોચ ગોઠવી સાંઇબાબા મંદિર નજીક રોડ પરથી પસાર થઈ રહેલ રેતી ભરેલા ટ્રેકટરને રોકાવી પાસ પરમીટ માંગતા કોઇજાતની પાસ રોયલ્ટી ન હોય અને ગે.કા. ખનીજ ચોરી કરી બારોબાર સપ્લાઇ કરતા હોવાનું જણાતા બે ટ્રેકટર સહીત કુલ રૂા.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાંત કચેરી ખાતે સીઝ કરાયો હતો. અને ટ્રેકટર ચાલક હરપાલ રાઠોડ તેમજ રવી ચારણીયા સામે ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.