જમ્મૂ- કાશ્મીરના રાજૌરીમાં આર્મી કેમ્પ નજીક જ બે આતંકવાદીઓને મારવામાં આવ્યા છે.
જમ્મૂ- કાશ્મીરમાં રક્ષાબંધનના પાવન પર્વ પર જ આતંકવાદીઓ દેશના વીર જવાનોને મારવાના હેતુથી ઘૂસી આવ્યા હતા પરંતુ વીર સેનાએ આર્મી કેમ્પના ઘૂસી જનાર બંને આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું છે. જોકે આ હુમલામાં દેશે આજે ત્રણ વીર જવાનોને પણ ગુમાવ્યા છે.
- Advertisement -
In a terrorist attack 25 km from Rajouri, two terrorists carried out a suicide attack on an Army company operating base. Both terrorists have been killed while three own troops have lost their lives. Operations in progress: Indian Army officials pic.twitter.com/57coXZTa6j
— ANI (@ANI) August 11, 2022
- Advertisement -
બે આતંકવાદીઓ સાફ
સ્વતંત્રતા દિવસ પહેલા ભારતમાં ઉરી જેવો આત્મઘાતી હુમલો કરવાની તૈયારી હતી. આજે આતંકવાદીઓ રાજૌરીના એક આર્મી કેમ્પમાં ઘૂસી આવ્યા જે બાદ સુરક્ષા જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધી અને બે આતંકી ઠાર થઈ ગયા. નોંધનીય છે કે બે આર્મી જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે અને સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે.
ઉરી ઍટેક જેવો હુમલો કરવાની હતી તૈયારી
નોંધનીય છે કે વર્ષ 2016માં કાશ્મીરના ઉરીમાં ચાર આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં દેશના 19 વીર જવાનો શહીદ થયા હતા. તે બાદ ભારતે પણ બદલાની કાર્યવાહી કરતાં pok માં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.