જસ્થાનનું દંપતિ ત્રાસવાદી ગોળીબારમાં ઘાયલ
ભાજપ સામે સંકળાયેલા પૂર્વ સરપંચની હત્યા
- Advertisement -
જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ તેવો દાવો કરવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ ત્રાસવાદી હુમલાની ઘટના બની રહી છે. આવા એકથી વધુ હુમલામાં ભાજપ સાથે સંકળાયેલા એક ભૂતપૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી છે અને એક ટુરિસ્ટ દંપતી ઈજાગ્રસ્ત થયું છે.
શોપિયાનમાં અજાઝ શેખ નામના ભૂતપૂર્વ સરપંચને ત્રાસવાદીઓએ ઠાર માર્યા હતા. જ્યારે અનંતનાગમાં રાજસ્થાનથી આવેલા એક ટુરિસ્ટ કપલ પર ફાયરિંગ થયું હતું જેમાં દંપતીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ટવીટર પર લખ્યું છે કે ટુરિસ્ટ પર કોઈના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાને ઈજા થઈ હતી. ફરહા નામની મહિલા જયપુરની વતની છે અને તેની સાથે તેનો પતિ તબરેસ પણ હતો. તેમના પર અનંતનાગમાં આ હુમલો થયો હતો. તેમને સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પહેલો હુમલો થયા પછી અડધા કલાકમાં જ બીજો હુમલો થયો હતો જેમાં ભૂતપૂર્વ સરપંચ ઐજાઝ શેખની હત્યા કરવામાં આવી હતી. ઐજાઝ શેખ ભાજપ સાથે જોડાયેલા હતા અને શોપિયાનના હિરપોરામાં તેમના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઐજાઝ શેખ તેમની પાર્ટીના બહુ બહાદુર આગેવાન હતા અને ભાજપ તેના પરિવારની પડખે ઉભો રહેશે.