સોમનાથમાં નાળિયેર વેંચતા પિતાની દીકરીએ જુડોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
વર્લ્ડ ટુર્નામેન્ટમાં રમી દેશનું નામ રોશન કરવાનું રિતુ વાજાનું સ્વપ્ન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની 2 વિદ્યાર્થિની રિતુ વાજા અને હિરલ વાણિયા સાઉથ વેસ્ટ ઝોનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનને કારણે ટોપ 8માં આવતા તે બન્નેનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની જુડો ગેમ માટે સિલેકશન થયુ છે. તેમાંથી રિતુ તો આ વખતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે કવોલિફાઈ થઈ છે. જેમના પિતા ગીર સોમનાથમાં નાળિયેર વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે અને રિતુ નળિયાદની એકેડમીમાં જુડોની તાલિમ લઇ રહી છે. ગત વર્ષે રિતુ ખેલો ઇન્ડિયા સુધી પહોંચી હતી, પરંતુ તેમાં ચોથા રેન્ક પર હોવાથી મેડલ મળી શક્યો ન હતો. જેથી આ વખતે આ ખેલાડીનું સ્વપ્ન ખેલો ઇન્ડિયામાં મેડલ મેળવી વર્લ્ડ યુનિવર્સિટીમાં પસંદગી પામી વિશ્વભરમાં ભારત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પરિવારનુ નામ રોશન કરવાની મહેચ્છા છે.
રિતુ વાજાએ જણાવ્યું હતુ કે, જે. જે. કુંડલિયા કોલેજમા બી.એ.માં બીજા વર્ષમા અભ્યાસ કરું છું અને જુડોની ખેલાડી છું. 3 વર્ષથી વધુ સમયથી જુડો રમુ છું. અગાઉ સ્કૂલ નેશનલ ગેમમાં મે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. મારા પિતાનું નામ ભરતભાઈ છે, જે નાળિયેર વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતા ભિખીબેન ગૃહિણી છે. કોચ ક્રિષ્ના જોશીએ જણાવ્યું હતુ કે, ભોપાલ ખાતે સાઉથ વેસ્ટ ઝોનની જુડો સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બહેનોની ટીમ લઇને આવ્યો છું. જેમાં માઈનસ 70 કેટેગરીમાં રિતુ વાજાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પરિવારનું નામ રોશન કર્યુ છે. જેમના પિતા અતિ પરિશ્રમથી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત હિરલ વાણિયા જુડોની ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે ક્વોલિફાય થઈ છે. જેથી બન્ને આગામી સમયમાં અમૃતસરમાં યોજાનાર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી જુડો ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે.
ગત વર્ષે પણ રિતુ વાજાનુ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે સિલેકશન થયુ હતુ. તેમની સાથે પ્રેરણા નાખીયા અને કૃપા ચૌહાણ પણ કવોલિફાય થઈ હતી. જે બાદ તે ત્રણેય ખેલો ઇન્ડિયા માટે સિલેક્ટ થતા ત્યા પણ રમવા ગયા હતા. ગત વર્ષે ખેલો ઇન્ડિયામાં રિતુ વાજાનો ચોથો રેન્ક આવ્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, દર 3 વર્ષે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ યોજાય છે. જે આ વર્ષે યોજાવાની છે. જેથી આ વખતે 2 ખેલાડીમાંથી કોઈ ખેલો ઇન્ડિયામાં મેડલ લાવશે તો તેની વર્લ્ડ ઇન્ડિયા ટુર્નામેન્ટ માટે પસંદગી પામશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ હવે દેશભરમાં પોતાના કૌશલ્યનો દબદબો બતાવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથમાં નાળિયેર વહેચીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ જુડોમાં ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતાડયો છે. તો 900 સ્પર્ધકોમાંથી સિલેક્ટ થયેલા ટોપ 8માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 2 વિદ્યાર્થિનીને સ્થાન મળ્યુ છે. હાલ ભોપાલમાં આવેલી કગઈઝ યુનિવર્સિટી ખાતે વેસ્ટ- સાઉથ ઝોનની રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ગોવા અને કેરલાથી કુલ 90 જેટલી યુનિવર્સિટીમાંથી 900 જેટલા ખેલાડીઓ જુદી-જુદી કેટેગરીમાં ભાગ લીધો હતો.
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ પણ કોચ નિલમબેન ચૌહાણ અને મેનેજર ક્રિષ્ના જોશી સાથે ભાગ લેવા ગયા હતા. જેમાં જે.જે. કુંડલીયામાં બી. એ.નો અભ્યાસ કરતી અને હાલ નડિયાદ ખાતે પ્રેક્ટિસ કરતી રિતુ વાજાએ માઈનસ 70 કિલો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમજ હાલ ઓલ ઇન્ડિયા માટે પસંદ કરવમાં આવેલા ટોપ 8માં રીતુ સાથે હિરલ વાણીયાનું પણ સિલેકશન થયુ હતું. જેથી આ બંને ખેલાડીઓ હવે ઓલ ઈન્ડિયા કોમ્પિટીશનમાં પોતાનું કૌશલ્ય દાખવશે. જેથી પસંદગી પામતી વિદ્યાર્થિની અને કોચને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.