બે યુવતીઓ સહિતે ઈન્સ્ટા લાઈવ અને રીલનાં મુદ્દે હેરાન કરતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
સોશ્યલ મિડીયામાં થયેલાં વિવાદમાં બે સોશ્યલ મિડીયા ઈન્ફલુએન્સર યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં બે મહિલા સહિતનાના નામ લઇ તેમનો ત્રાસ હોવાનો આક્ષેપ કરી રેસકોર્સમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના નાના મવા રોડ આરએમસી ક્વાટરમાં રહેતી પ્રિયા ઉર્ફે પિહુ મેહુલભાઇ ચૌહાણ ઉ.33 અને મોરબી રહેતી અનીશા અસલમશા સૈયદ ઉ.36એ આજે રેસકોર્સ ગાર્ડન પાસે રીધ્ધી, સોનું ઉર્ફે ગીડુ સહિતનાનાં ત્રાસથી કંટાળી પગલું ભરતા હોવાની ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી ફિનાઈલ ગટગટાવી લેતાં. બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.કે.ચાવડા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી બંનેના નિવેદન નોંધ્યા હતા. જોકે આ સમયે બંનેએ ફરિયાદ બાદમાં કરવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે અનીશા અને પીહુ મિત્ર છે અનીશાની અગાઉ રીધ્ધી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી ત્યાર બાદ રીધ્ધી મારફત સોનુ સાથે મિત્રતા થઈ હતી. ઈન્સ્ટાગ્રામ લાઈવમાં તેમજ ટુંકા વસ્ત્રો પહેરી વિડીયો ઉતારવા બાબતે વિવાદમાં તેને વિડિયો ડિલિટ કરી નાખવાનું કહીં ધમકી અપાતા બંને ડરી જતાં અને અગાઉ બંને મુંબઇ ફરવા ગઇ હતી ત્યાં પણ પરેશાન કરાતા ત્રાસી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું છે.



