પુત્રને IPS બનાવવા ચોરી કરતો હતો !: એક આરોપી સામે 41 ગુના
દિલ્હી, મુંબઈ, વલસાડની ચાર ગુનાનાં ભેદ ઉકેલાયા: 6.59 લાખની મતા જપ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વાહનની ડેકી તોડી ચોરી કરતાં છારા ગેંગના બે સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઈ દિલ્હી – મુંબઈમાં થયેલી 4 ચોરીઓ ઉપરાંત રાજકોટના 3 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીના અભ્યાસ કરતા પુત્રને આઈપીએસ બનાવવો હોય અને જેલમાં બંધ સાગરીતને છોડાવવો હોય જેથી પૈસાની જરૂર હોવાથી મોટો હાથ મારવા ફરી રાજકોટ આવ્યા અને ઝડપાઈ ગયા હતા. બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, સ્કૂટર, હેલ્મેટ, ડીકી તોડવાનું ટી આકારનું સાધન, માસ્ક, અંગ્રેજી મૂળાક્ષરના કાળા સ્ટીકર સહિત રૂ.6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજકોટમાં ડેકી તોડીને 7 લાખની મતા ચોરી કરી ગયાની 3 ફરિયાદ નોંધાઈ હોય જેનો ભેદ ઉકેલવા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયા મદદનીશ પોલીસ કમિશ્નર કંટ્રોલ રૂમ વી.જી.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા – પીઆઇ એમ એલ ડામોર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે કુખ્યાત છારા ગેંગના અમદાવાદ રહેતા સાગરીત મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી ઉ.44 અને ચંન્દ્રકાંત ઉર્ફે સોનું જેન્તી પરમાર ઉં48ને ઝડપી લીધા હતા આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એસીપી પટેલએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ કરતા વાહનોની ડીકી તોડી 7 ગુનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે જેમાં રાજકોટના માલવિયા નગર પોલીસ મથકમાં બે ગુના, આજીડેમ પોલીસ મથકમાં એક ગુનાનો સમાવેશ થાય છે
- Advertisement -
જેમાં રાજકોટમાં ગત 5 નવેમ્બરે રામનગરના કારખાનેદાર યશ મુકેશભાઈ બોઘરા અઢી લાખ લઇ કારખાનેદાર પહોચ્યા હતા પાંચ મીનીટમાં બહાર નીકળ્યા ત્યારે ડીકી તૂટેલી હતી અને અઢી લાખ ચોરી થઈ ગયા હતા તે જ દિવસે લક્ષ્મીનગર ખાતે કારખાનેદાર લલિતભાઈ ભુરાભાઈ કમાણી સ્કૂટરની ડીકી તોડી 1.44 લાખની ચોરી કરેલ. ગત તા.14મીએ ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ બહાર પાર્ક કરેલ હોટલ સંચાલક જીલાભાઈ ચિરોડીયાના એકટીવાની ડીકી તોડી 3 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત વલસાડના વાપીમાં એક ગુનો, મુંબઈના મલાડ પોલીસ અને કાંદિવલી પોલીસ વિસ્તારમાં એક – એક ગુનો તેમજ દિલ્હીના રોહિણી પોલીસ મથક વિસ્તારમાં એક ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરાયો હતો આરોપીઓની ગુનો કરવાની એમ.ઓ. એવી છેકે આરોપીઓ આંગડીયા પેઢીઓની આજુ-બાજુ ફરીને આંગડીયા પેઢીઓમાં જે કોઇ વ્યક્તિઓ રૂપીયા લઇ પોતાના ટુવ્હીલર વાહનોની ડેકીમાં રાખતા હોય તે વ્યક્તિનો પીછો કરી, તે વ્યક્તિ પોતાનુ વાહન કોઇ જગ્યાએ મુકીને જાય, તરત જ તે વાહનની ડેકી પોતાના પાસે રાખતા ટી આકારના સાધનથી ડેકીનું લોક તોડી તેમાં રહેલ રૂપીયાની ચોરી કરતા હતા ઓળખ છુપાવવા સીસીટીવીથી બચવા માસ્ક, હેલ્મેટ પહેરતા હતા. તેના બે સાગરિત પંકજકુમાર જવાહરભાઈ રાઠોડ અને વિશાલ ગારંગી હજુ ફરાર છે.