ક્રાઇમ બ્રાન્ચે બંનેને જૂનાગઢથી ઝડપી પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં દારૂની ગેરકાયદેસર પ્રવુતિને નેસ્ત નાબુદ કરતા એસપી હર્ષદ મેહતા દ્વારા સૂચના અપાતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફને મળેલ હકીકતના આધારે મહારાષ્ટ્રના પ્રોહિબિશન બુટલેગર દિનકર પાંડુરંગ જાદવ અને વિજય ગણપત સિંદે રહે.થાના મુંબઈ વાળા જૂનાગઢ હોવાની જાણ થતા બંને ઝડપી લેવામાં આવ્યા હતા અને એ.ડિવિઝન પીઆઇ દ્વારા પાસાના કાયદા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરતા બંને ઇસમોને સુરત અને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા.