ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના કાજરડી ગામે એક સગર્ભા મહિલા નિતાબેન કૌશીકભાઇ ને પ્રસૂતિ નો દુ:ખાઓ થતા ડોળાસા 108 એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.જગદિશ મકવાણા અને પાયલોટ જેસિંગ ચોહાણ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલાને હોસ્પિટલ લઈ જતા અચાનક રસ્તા મા દુ:ખાઓ વધવા થી એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી 108 ના ઈએમટી.જગદીશ મકવાણા ની આવડત અને 108 હેડ ઓફિસ ના ડોક્ટર ની સલાહ મુજબ જરુરી સારવાર આપી માતા અને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને સલામત રીતે ઉના સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.તેમના સગા સંબંધીઓ એ દિકરાનો જન્મ થતા 108 ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી દિનેશ ઉપાધ્યાય અને દિપક સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગિર સોમનાથ 108 એમ્બ્યુલન્સ દ્વારા બે અમૂલ્ય જિંદગી બચાવવામા આવી

Follow US
Find US on Social Medias