પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની મોટી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.31
પોરબંદર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને ફરજમાં તફાવત તથા અણછાજતાં ગુનાહિત કૃત્યો બદલ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ચકચાર ફેલાઈ છે.
- Advertisement -
જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા (IPS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભરતભારતી ગોસાઈ (બકલ નં. 345) તથા અનાર્મ્ડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ હીંમતભાઈ ચૌહાણ (બકલ નં. 819) દ્વારા એવા ગુનાહિત કૃત્યો આચરવામાં આવ્યા હતા જેનાથી પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. તેમજ, તેઓ પોલીસ કર્મચારી તરીકેની ફરજમાંથી વિમુખ જણાયા હતા. ઉપરાંત, આવા ગંભીર કેસોમાં ઉદાહરણરૂપ અને શિસ્તમૂડી કાર્યવાહી કરવામાં આવે છે જેથી અન્ય પોલીસ કર્મચારીઓ માટે સંદેશા રૂપ બને. તે અંતર્ગત બંને પોલીસ કર્મચારીઓને સેવા પરથી રિવોક/ડીસમિસ કરતા નોકરીમાંથી બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવ્યું હતું કે, પોલીસ બેડામાં શિસ્ત જળવાઈ રહે અને પોલીસ સાચા અર્થમાં “પ્રજાના મિત્ર અને રક્ષક” તરીકે પોતાની ફરજ નિભાવવા પ્રેરિત થાય, તે માટે સારું કામ કરનાર કર્મચારીઓને દર મહિને ક્રાઇમ કોન્ફરન્સમાં બિરદાવવામાં આવે છે અને સાથે જ પોલીસના નામે કલંકરૂપ કૃત્ય કરનાર સામે કડક પગલા લેવામાં આવે છે.