ભારત-યુએસ મંત્રી સ્તરીય મંત્રણામાં સુરક્ષા સહયોગને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે, સ્ટેટ ડિપાર્ટમેન્ટનું નિવેદન
ભારત અને અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રીઓની બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ પહેલા અમેરિકી વિદેશ વિભાગે કહ્યુ કે, આ અઠવાડીયે નવી દિલ્હીમાં યોજાનાર ભારત-અમેરિકા ટૂ પ્લસ ટૂ મંત્રી સ્તરની મંત્રણા બંન્ને દેશોની વચ્ચે સુરક્ષા સહયોગને વધારવા પર કેન્દ્રિત હશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથ અને વિદંશ મંત્રી જયશંકર નવી દિલ્હીમાં 5મી ભારત- અમેરિકા ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરિય વાર્તા માટે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનનું સ્વાગત કરશે.
વિદેશ વિભાગના ઉપ-પ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ભારતની સાથે અમેરિકાની મજબૂત ભાગીદારી છે. એન્ટની બ્લિંકન રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનની સાથે ટૂ પ્લસ ટૂ સુરક્ષા વાર્તા માટે નવી દિલ્હી જશે. અમને આશા છે કે, આ વાર્તાથી બંન્ને દેશોની વચ્ચે સુરક્ષા સહયોગ અને ભાગીદારી ગાઢ બનશે. આ સિવાય કેટલાય વિષયો પર ચર્ચા થઇ.
વેદાંત પટેલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમ્યાન કેટલાય મુદા સ્પષ્ટ રીતે ઉઠાવવામાં આવ્યા. જેના માટે બંન્ને અમેરિકી મંત્રી દિલ્હીમાં પોતાના સમકક્ષોની સાથે આ વિષયો પર સીધી વાતચીત કરવા માટે ઉત્સુક છે.
- Advertisement -
ભારત અમેરિકાની રણનીતિનો ભાગીદાર બનશે
જ્યારે, વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત અમેરિકા માટે મહત્વનું રાજનૈતિક ભાગીદાર છે અને નવી દિલ્હીએ નક્કી કરવું પડશે કે મધ્ય-પૂર્વ સહિત દુનિયાભરમાં કોઇપણ વિશેષ સંકટ કે આકસ્મિક સ્થિતિ પર તેમનો વિચાર શું રહેશે? વ્હાઇટ હાઉસના પ્રમુખ અધિકારી જોન કિર્બીએ વોશિંગ્ટનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત અમારા માટે સૌથી મહત્વનું રણનૈતિક ભાગીદાર છે. મને લાગે છે કે વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમ્યાન બધાએ આ જોયું છે. અમે આ ભારત સરકાર અને વડાપ્રધાન પર છોડીએ છીએ કે, તેઓ દુનિયાભરમાં કોઇ પણ વિશએષ સંકટ કે ઘટના ક્રમ પર તેમનો રવૈયો શઉ રહેશે, જેમાં મધ્ય પૂર્વી પણ સામેલ છે. અમે દરેક દિવસ ભારતની સાથે ભાગીદારીને આગળ વધારવા માટે સમર્પિત છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, મંત્રીઓની પાસે આ વર્ષ જૂન અને સપ્ટેમ્બરના પોતાની ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ જો બિડેનની તરફથી જોડાયેલી ભાગીદારીના ભવિષ્યને આગળ વધારવાનો અવસર છે. બંન્ને પક્ષ સમસામયિક વિસ્તારના મુદા પર પણ ચર્ચા કરશે અને બહુ પક્ષીય મુદા અને ક્વાડ જેવા માધ્યમથી સહયોગ વધારવા માટે ભાગીદારી રૂપે આગળ વધવાની બાબતે વિચાર-વિમર્શ કરશે.