બંને શખ્સો વચગાળાના જમીન લઇ ફરાર થતાં પેરોલ ફર્લો સ્ક્વૉડે ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 34/2018ના ગુન્હામાં કાચાકામના કેફી તરીકે સજા કાપતા બે ઈસમો વચગાળાના જામીન લઇ ફરાર થઈ ચૂક્યા હતા.
- Advertisement -
જે અંગે પેરોલ ફલો સ્કવોડને જાણ થતાં પીએસઆઈ જે.વાય પઠાણ દ્વારા બંને ફરા શખ્સોને ઝડપી લેવા તપાસ આદરી હતી જે અનુસંધાને એ.એસ.આઇ અસ્લામખાન મલેકને બંને શખ્સો મોરબી ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફલો સ્ટાફ દ્વારા મોરબીના લગધિરપુર રોડ ખાતે વોચ ગોઠવી મોઈનખાન આમિરખાન મલેક જે પાચ વર્ષથી વચગાળાના જામીન લઇ ફરાર હોય તથા અકબર રહેમતખાન મલેક જે છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જમીન લઇ ફરાર હોય તે બંને ઇસમોને ઝડપી લઇ ધ્રાંગધ્રા સબજેલ ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.