ખાસ-ખબર સંવાદદાતા
ઊનાના દેલવાડા ગામે ચોકડી નજીક એક કાર શંકાસ્પદ આવતી જણાતા જીલ્લા એસઓજીની ટીમે આ કારને રોકાવી તલાસી લેતા કારના પાછળની ડેકી માંથી પ્લાસ્ટીકના હાથા વાળી છરી, લાકડાના હાથાવાળુ ધારીયુ તેમજ લાકડાનો ધોકો સહીત ગે.કા. હથિયારો સાથે બન્ને શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અગંની પ્રાપ્ત વિગત મુજબ અક્ષયસિંહ રાદેવસિંહ ગોહીલ તેમજ સાગર મહેશ ચાવડા રાજપુત બંને રહે.ભાવનગર વાળા આ બન્ને શખ્સો કાર નં.જીજે. 38 બીબી 1710માં દેલવાડા ચોકડી નજીક પસાર થતાં જીલ્લા એસ ઓ જી ટીમના ઇબ્રાહીમશા બાનવા, લખમણ મેતા, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા તેમજ મેહુલસિંહ પરમારને આ કારમાં શંકાસ્પદ જણાતા કારને રોકાવી તેમાં તલાસી લેતા પાછળના ભાગે આવેલી ડેકીની અંદર છુપાવેલ પ્લાસ્ટીકના હાથા વાળી છરી નં. 3, લાકડાના હાથાવાળુ ધારીયુ નં. 1 તેમજ લાકડાનો ધોકો સહીત ગે.કા. હથિયારો મળી આવેલ અને આ બન્ને શખ્સોને હથિયાર, કાર મુદામાલ સાથે બન્ને શખ્સોને પકડી પાડી આગળની વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
દેલવાડા ચોકડી નજીક કારમાંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/delvada-chokadi-pasethi-be-shkhso-hathiya-sathe-zadpaya.jpg)