ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લાયસન્સ વગર હોટલ અને સીરામીક કારખાનામાં સુરક્ષા પુરી પાડતી બે સિક્યુરિટી એજન્સીના સંચાલકોને બાતમીને આધારે ત્રાજપર ચોકડી અને ટીંબડી પાટીયા પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એસઓજી ટીમ દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટેલ જી.કે.માં લાયસન્સ વગર સિક્યોરિટી પુરી પાડનાર ઇમરાનખાન ઉર્ફે ઉસ્માનખાન સોલંકીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પીપળી રોડ ઉપર ટીંબડી પાટિયા પાસે આવેલ એફિલ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં લાયસન્સ ન હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ પુરા પાડનાર સંજયકુમાર અવધેશકુમાર સિંઘને ઝડપી લઈ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.