ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન, બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ આરોપી નવઘણ મોહનભાઈ બાંભવા નાસતો ફરતો હોય અને આ આરોપી તેના સાગરીત મચ્છાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરૂ સાથે સફેદ કલરની સ્વીફટ કા2 લઈ મોરબી હાઈવે રોડ વીરપર ગામ નજીક આવેલ જય દ્વારકાધીશ હોટલ ખાતે આવેલ છે જેથી તેની ધરપકડ કરવા પોલીસકર્મીઓ નીકળ્યા હતા તે દરમિયાન લજાઈ ચોકડી પાસે ટંકારા પોલીસના કોન્સ્ટેબલ વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાર અને પીએસઆઈ બી.ડી.પરમાર ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા જેથી તેઓ પણ આરોપીની ધરપકડ કરવા એલસીબી ટીમ સાથે જોડાયા હતા. આ દરમિયાન એલસીબી અને ટંકારા પોલીસનો કાફલો મોરબી હાઈવે પર વિરપર નજીક આવેલ જય દ્વારકાધીશ હોટલમાં ત્રાટક્યો હતો જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરવા જતા આરોપીઓએ ધરપકડથી બચવા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી અને આરોપી નવઘણ બાંભવાએ હોટલના બાથરૂમ પાસે પડેલ લાકડી વડે પોલીસ જવાન વિપુલભાઈને માથાના ભાગે મારી ઈજા કરી હતી તે દરમિયાન આરોપી નવઘણ ત્યાંથી ભાગવા જતા કોઈ જગ્યાએ ભટકાતા તેના માથાના ભાગે ઈજા થઈ હતી જયારે તેનો સાગરિત મચ્છાભાઈ ઉર્ફે લાલોને ગ્રાઉન્ડમાં પાથરેલ કાંકરી હાથમાં લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું.
વધુમાં બંને શખ્સોએ પોલીસ જવાનોને ધમકી આપી હતી કે અમોને જવા દો નહીંતર તમને અને તમારા પરિવારને જીવવા નહીં દઈએ ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને બંને શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુન્હો
નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.