પાંચ લીટર દેશી દારૂ તથા બાઈક સહિત 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
ધાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે નવલગઢ ગામ નજીક આવેલી એક ફેક્ટરી પાછળ કેટલાક ઇસમો દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો કરી ગણેશ મોતીભાઈ જાદવ તથા રમેશભાઈ પોપટભાઈ સોલંકી રહે: બંને ધ્રાંગધ્રા વાળાને જીજે 13 કે કે 3087 નંબર વાળા બાઈક કિંમત 20 હજાર તથા પાંચ લીટર દેશી દારૂ કિંમત 1000 હજાર રૂપિયા એમ કુલ 21 હજાર રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઇ બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



