-રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 21થી23 જાન્યુઆરી દરમિયાન થશે, મુહુર્ત માટે ત્રણ તારીખો વડાપ્રધાન મોદીને મોકલાઈ, પીએમ તારીખ નકકી કરશે
-રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી 25 હજાર સાધુ-સંતોને બોલાવવાની તૈયારી
- Advertisement -
અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે રામમંદિરના ઉદઘાટન માટે 21થી23 જાન્યુઆરી વચ્ચેની તારીખની પસંદગી વડાપ્રધાન મોદી કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના આંતરરાષ્ટ્રીય કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદગિરીએ કહ્યું હતું કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં રામમંદિરનું ઉદઘાટન અવશ્ય થઈ જશે.
જયોતિષાચાર્ય અનુસાર 21થી23 જાન્યુઆરી વચ્ચે રામમંદિરના ઉદઘાટનની તારીખની પસંદગી થશે. મુર્હુતની તિથિઓ વડાપ્રધાનને મોકલી દેવાઈ છે. વડાપ્રધાન ઉદઘાટનની તારીખ પસંદ કરશે, જેથી રામમંદિર ઉદઘાટન સમયે વડાપ્રધાનની ઉપસ્થિતિ નિશ્ચિત થઈ શકે. મંગળવારે સાંજે કનખલમાં શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ સાથે મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં તેમણે આ વાત કરી હતી.
સ્વામી ગોવિંદગીરીએ કહ્યું હતું કે, ઉદઘાટનના દિવસે મુખ્ય કાર્યક્રમમાં માત્ર સાધુ સંત મહાત્મા જ ઉપસ્થિત રહેશે. મુખ્ય કાર્યક્રમ સંક્ષિપ્ત રહેશે. સાધુ-સંતોના દર્શન થઈ ગયા બાદ બધા લોકો માટે મંદિરને ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રામમંદિરના ઉદઘાટન સમયે દેશમાં અયોધ્યાનો માહોલ બને, તેના માટે પ્રતિષ્ઠાના સાત દિવસે પહેલા પુરા દેશમાં આહવાન કરવામાં આવશે કે લોકો રામલીલા, રામકથાની સાથે અનેક પ્રકારના ઉત્સવનું આયોજન કરે.
- Advertisement -
શ્રીરામ જન્મભૂમિ પથ પર ખુલશે 2 નવા દાન કાઉન્ટર
નવનિર્મિત શ્રીરામ જન્મભૂમિ પથ રવિવારે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા બાદ ઉપયોગમાં લેવાતા જૂના માર્ગને બંધ કરાયો છે. આ પથ બંધ થવાથી 60 દુકાનદારો માટે રોજીરોટીનું સંકટ ઉભું થયું છે. રામમંદિર ટ્રસ્ટનું કાર્યાલય પણ જૂના માર્ગ પર રામ જન્મભૂમિ મંદિર પાસે બન્યુ છે. આ જૂનો માર્ગ બંધ થવાથી ટ્રસ્ટને દાન મળતું બંધ થઈ ગયું છે. આ સ્થિતિમાં નવા બનેલા શ્રીરામ જન્મભૂમિ પથ પર દાનની રકમ સ્વીકારવા કેબીન લગાવવામાં આવી રહી છે.