પોલીસની ઝડપી કાર્યવાહીથી મગફળીના ખેતરમાંથી હેમખેમ મળી આવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્રોલીયા ગામના સરપંચ બાબુભાઈ ગમારાનાઓના ફોન પરથી જાણ થઈ કે ગામની સીમમાં વસતા ખેતમજૂરોની બે દીકરીઓ – રીનુબેન (ઉંમર 6 વર્ષ) અને સવીતાબેન (ઉંમર 7 વર્ષ) – સાંજે દુકાને ચીજવસ્તુ લેવા જઈ ઘરે પરત આવી નથી.
- Advertisement -
નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. સરપંચ, આગેવાનો, પોલીસ સ્ટાફ તથા ગ્રામરક્ષક દળના સભ્યોની મદદથી અલગ-અલગ ટીમો બનાવી ગામના પાટીયા, કારખાનાઓ, વાડી વિસ્તારો અને શંકાસ્પદ સ્થળોએ શોધખોળ હાથ ધરાઈ હતી. મોડી રાત્રે, ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં તપાસ દરમ્યાન બંને બાળાઓ ધ્રોલીયા ગામની સીમમાં આવેલા મગફળીના ખેતરમાંથી હેમખેમ મળી આવી. પૂછપરછમાં તેઓ સંપૂર્ણપણે સહી-સલામત હોવાનું બહાર આવ્યું અને કોઈ ગુન્હાહિત ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને બાળાઓને તેમના માતા-પિતાની હાજરીમાં સુરક્ષિત રીતે સુપ્રત કરી હતી.