ખાસ-ખબર સંવાદદાતા
અમરેલી જીલ્લાના સાંવરકુંડલામાં પોણા પાંચેક મહીના પહેલા રાત્રીના સમયે એક વૃદ્ધ બાઈક પર જતા હતા ત્યારે રોકી રૂા.90 હજાર ભરેલા થેલાની લુંટ કરનાર બે શખ્સોને એગીર સોમનાથ જીલ્લા એલસીબીએ બાતમી આધારે ઉનામાંથી ઝડપી પાડ્યા હતા. બાઇક, મોબાઇલ ફોન તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બાતમી આધારે ઝડપી પાડ્યા ગીરસોમનાથ એલસીબી બ્રાન્ચના પ્રવિણ મોરી, રાજુ ગઢીયા, પ્રફુલ વાઢેર, સંદિપસિંહ ઝણકાટ તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ. જયરાજસિંહ ગોહિલને સંયુકત બાતમી મળી હતી. ચોરી તેમજ લુંટના બે શંકાસ્પદ શખ્સો ઉના ગીરગઢડા રોડ, ઉપલા રહીમનગર જવાના રસ્તે બાઇક સાથે ઉભેલા હોય ત્યારે એલસીબીની ટીમ ત્યાં પહોંચી આ શખ્સોને પકડી પાડ્યાં હતા. મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા હુસેનશા ઉર્ફે કાળુ સ.ઓ. સલીમશા અહેમદશા રફાઇ તેમજ રફીકશા ઉર્ફે ભુરો સ.ઓ. અકબરશા રહેમાન શારફાઇ રહે. રહીમનગર આ બંન્નેએ આજથી પોણા પાંચેક મહીના પહેલા સારવકુંડલા જી.ઇ.બી. ઓફીસ નજીક રોડ ઉપરથી રાતના સમયે એક વૃદ્ધ માણસ એક્ટીવા લઇને જતા હતા. ત્યારે તેને રોકી તેમની પાસે રહેલા રૂ.90 હજાર ભરેલો થેલો લુંટી લીધો હોવાની કબુલાત કરી હતી. બન્ને શખ્સોને પકડી પાડી તેની પાસેથી બાઇક ૠઉં-11-ઉઉ-1204, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ રૂા.6 હજાર સહીત કુલ રૂા.16 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.