ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
માળિયા ફાટક પાસેથી ગૌરક્ષકોની ટીમે અશોક લેલન ગાડી રોકી તલાશી લેતા 18 અબોલ જીવને ખીચોખીચ ભરીને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે અબોલ જીવ અને ગાડી સહિતનો મુદમાલ પોલીસને સોપ્યો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વાવડી ચોકડી પાસે રહેતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કણઝારીયાએ આરોપીઓ હુશેનશા ઈબ્રાહીમશા શેખ અને વેરશી સુજાભાઈ કરોતરા રહે બંને મોખાણા તા. ભુજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ પોતાની અશોક લેલન ગાડી જીજે 12 બીએક્સ 8323 વાલીમિયા ગેરકાયદે ઘેટા જીવ નંગ 28 ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના હેરાફેરી કરતા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે