વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થવા પામી હતી. જેમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં બે બેઠકો મળશે. જેમાં પ્રશ્નોત્તરી બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.
આજે વિધાનસભાની બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે. પ્રથમ બેઠકમાં નાણા,ઉર્જા જળ સંપત્તિ, પાણી પુરવઠો તેમજ અન્ન નાગરિકે તથા સહકાર બાબતે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.
- Advertisement -
બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે
તેમજ બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. બીજી બેઠકની પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, આદિજાતિ વિકાસ વિષયો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ત્રીજા અને અંતિમ દિવસે રાજ્યપાલના સંબોધન કરશે.
સોમવારે મળેલી બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવીડ દરમ્યાન સાવચેતીનાં ભાગરૂપે પગલા લેવાયા હતા
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ જણાવ્યું કે 31/01/24ની સ્થિતિ એ અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.
- Advertisement -
આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે.