જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે સામાન્ય વરસાદ : વાદળમાં ઘેરાયો ગિરનાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતો.પરંતુ સામાન્ય વરસાદ પડ્યો હતો. ગીરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાયો હતો. તેમજ ગીરનાર વાદળોમાં ઘેરાઇ ગયો હતો.બપોરનાં 12 થી 2 વાગ્યા વચ્ચે માણાવદરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં વરસાદનાં વિરામ બાદ આજે સવારથી વરસાદી માહોલ બન્યો હતો. વરસાદ તુટી પડે તેવું દેખાઇ રહ્યું હતું. પરંતુ અડધા કલાક સુધી રહેલા વરસાદી માહોલમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.જૂનાગઢ જિલ્લામાં આજે બપોર 12 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં એક મીમી, ભેંસાણમાં 9 મીમી, માંગરોળમાં બે મીમી, માણાવદરમાં 3 મીમી અને વિસાવદરમાં 3 મીમી વરસાદ થયો હતો. તેમજ ગીરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાયો હતો. ગીરનાર વાદળોમાં ઘેરાઇ ગયો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં 9 મીમી, ગીરગઢડામાં 18 મીમી, તાલાલામાં 1 મીમી, વેરવાળમાં 10 મીમી અને સુત્રાપાડામાં 7 મીમી વરસાદ થયો હતો.