3 સ્થળેથી ચાંદીના 77 હજારના છતરની ચોરી અંગે ફરિયાદ
કુવાડવા પોલીસે CCTV આધારે શકમંદને ઉઠાવી કરી પૂછપરછ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ બેડી ગામે બે મંદિરને તેમજ નવાગામમાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવી 77 હજારના ચાંદીના છતર ચોરી જતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે શકમંદને ઉઠાવી લઈ તપાસ હાથ ધરી છે.
બેડી ગામમાં રહેતા નવઘણ સીંઘાભાઈ ગોલતર ઉ.48એ ચોરી અંગે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં મેલડીમાતાજીનું મંદિર આવેલ છે તેમાં સેવા-પુજા કરે છે ગઈ તારીખ 26ના મંદિરે દિવાબતી કરી મંદિર બંધ કરી ઘરે આવી ગયા હતા સાંજના સમયે ફરીવાર મંદિરે દિવાબતી કરવા ગયા ત્યારે માતાજી પર ચડાવેલ ચાંદીના નાના-મોટા છતર આશરે 400 ગ્રામ જેની કિમત આશરે 30 હજાર રૂપિયા થતી હોય તે જોવા મળ્યા ન હતા જેથી કોઈ અજાણ્યા શખ્સો માતાજી પર ચઢાવેલ છતર ચોરી કરીને નાસી છુટયા હોવાની ફરિયાદ નોંધાવી હતી કુવાડવા પોલીસે તપાસ કરતાં મંદિરમાંથી ચોરી કરતો એક શખ્સ સીસીટીવીમાં કેદ થયેલ હતો જે ફુટેજ આધારે એક શખ્સને શકંજામાં લઈ પુછતાછ હાથ ધરી છે જ્યારે આ જ ગામના ખેડૂત જસમતભાઈ ઘોઘાભાઈ સાજડીયા ઉ.50એ પણ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘરની બાજુમાં કુળદેવી મોમાઈ માતાનો મઢ આવેલા છે જેમાં સેવા-પુજા કરે છે. ગઈ તારીખ 18ના માતાજીના મઢમાં દિવાબતી કર્યા હતા બાદમાં તેના કુટુંબી ભાઈ મોહનભાઈ ઘરે આવેલ અને જણાવેલ કે તે મઢમાં દર્શન કરવા ગયેલ ત્યારે મઢમાં માતાજી ઉપરના છતર જોવામાં આવેલ ન હતા જેથી તેઓ બંને માતાજીના મઢ પર ગયેલ જયાં માતાજીની ઉપર રાખેલ ચાંદીનું છતર 500 ગ્રામ રૂ.35 હજાર જોવા ન મળતા કોઈ અજાણ્યો શખ્સ તે ચોરીને લઈ ગયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી તેમજ નવાગામ આણંદપરમાં રહેતા કેતનભાઈ કાનજીભાઇ ટાંકએ ગામમાં સ્મશાનની બાજુમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી 12 હજારના ચાંદીના છતરની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી છે.