સોની વેપારીએ સોનું ઓગાળી દીધા બાદ પોલીસને હાથ લાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ઘરફોડ ચોરીમાં સતત વધારો થવાના લીધે નાયબ પોલીસ મહાનિરિક્ષક ડો.ગીરીશકુમાર પડ્યા દ્વારા ઘરફોડ ચોરીના બનાવીને ડિરેકટ કરવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ મથક વિસ્તારના ભલગામડા ગેટ પાસે થયેલ મકાનમાં ચોરી કરનાર ઈસમ પ્રકાશ રાજુભાઈ પંચાસરાની બાતમીને આધારે ધરપકડ કરતા પોતે ચોરીનું સોનુ તથા ચાંદી સોની વેપારીને વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું જેના આધારે વિવેક જનકભાઈ મોડેસરા તથા હર્ષિલ બીપીનભાઇ ભાલાણીને ઝડપી લઇ તેઓની પાસેથી મુદામાલ બાબતે પૂછ્યા સોનુ અને ચાંદી ઓગાળી નાખ્યા હજવાનું કબૂલાત આપી હતી આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા સાડા ત્રણ ટોળા સોનુ ત્રણસો ગ્રામ ચાંદી અને 24 હજારની રોકડ રિકવર થઈ હતી જેના આધારે ચોર ઇશમ તથા બે સોની વેપારી એમ ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.