ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં રેલનગર વિસ્તારમાં વિનામૂલ્યે બે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ તાજેતરમાં યોજાયો હતો, જેમાંનો પ્રથમ કેમ્પ પ્રહલાદસિંહ અજીતસિંહ જાડેજા રાજપૂત સમાજ ભવન દ્વારા આયોજીત હતો. સવારે 9 વાગ્યે દિપ પ્રાગટય કર્યું હતું. આ કેમ્પમાં અતિથિવિશેષ તરીકે 82 વર્ષિય ગાયત્રી ઉપાસક અને ઝાલાવાડનાં સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી કે જેઓ ‘માડી’ તરીકે ઓળખાય છે અને તેમનું ભૌતિક નામ ડો. ઇન્દ્રવદન આચાર્ય છે તેઓ અને આ રાજપૂત સમાજ ભવનનાં મુખ્ય દાતા અજીતસિંહ જાડેજા બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બીજો કેમ્પ આ જ વિસ્તારમાં ગુજરાત પરમાર ક્ષત્રિય સમાજ, મુળી ચોવીસીનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમારનાં નિવાસસ્થાને સાંજે 5 થી 7.30 દરમિયાન યોજાયો હતો. આ કેમ્પમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેરનાં મહામંત્રી પથુભા જાડેજા, રેલનગર રાજપૂત સમાજનાં મંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત ભવનનાં ટ્રસ્ટીઓમાં લાલુભા જાડેજા, સામંતસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ સુખદેવસિંહ જાડેજા (એએસઆઈ), ભગીરથસિંહ પરમાર, સરકારી અધિકારી પંકજકુમાર પંડ્યા તથા અન્ય વ્યકિતઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.