ગિરનાર સીડી પર દુકાનમાં આગ અને એક કારમાં આગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એક તરફ ભવનાથમાં શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ગિરનારના 15 પગથીયા પર શોકસર્કીટના કારણે બે દુકાનોમાં આગ લાગતા ફાયર વિભાગને રેંજ ફોરેસ્ટ ઓફીસર ભાલીયાએ જાણ કરતા તૂરંત જૂનાગઢ ફાયર વિભાગ સાથે મેળામાં ફરજમાં આવેલ અમરેલી, ગોંડલ, પોરબંદર અને કોડીનારની પાંચ ટીમ દ્વારા તૂરંત ગિરનાર સીડીના 15 પગથીયે દુકાનોમાં લાગેલી આગને 30 મિનીટમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે જાનહાની ટળી હતી.
- Advertisement -
શિવરાત્રી મેળો ચાલી રહ્યો છે ત્યારે આગની બીજી એક ઘટના સામે આવી હતી. જેમાં ભારતી આશ્રમ પાસે આવેલ આહિર સમાજની વાડીની બાજુમાં પાર્ક કરેલ ઉત્તર પ્રદેશ પાસીંગની એક કારમાં આગળના ભાગે આગ લાગતા તૂરંત ફાયર વિભાગે આગને બૂઝાવી હતી. આમ એક જ રાત્રીમાં બે જગ્યાએ આગની ઘટના સામે આવી હતી.